Connect with us

સૌરાષ્ટ્ર

અમદાવાદ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જામનગરના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત

Published

on

મેઘાણીનગરમાં આવેલી બોઇઝ હોસ્ટલ વિંગ સોપાનમ-8માં રૂમ નંબર સી-523માં એમબીબીએસના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના પ્રેન્ટ્રી રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મેડિકલના વિદ્યાર્થીઓમાં સોપો પડી ગયો હતો.
મેઘાણીનગર પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક અભ્યાસને લઈને ડીપ્રેશનમાં હોવાથી બનાવ બન્યો છે. પોલીસને યુવકના રૂમમાંથી સ્યુસાઇડ નોટ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ જામનગરના ખોડીયાર મંદિર પાછળ આવેલા રડાર રોડ પર નારાયણનગરમાં રહેતાં મનસુખભાઈ ઘાડિયાનો 21 વર્ષનો પુત્ર ધ્રૂવ છેલ્લા ત્રણ વર્ષથી બી.જે.મેડીકલ કોલેજમાં મેડીકલમાં અભ્યાસ કરતો હતો. એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રૂવ બોઈઝ હોસ્ટલના રૂમમાં રહેતો હતો. સોમવારે બપોરે 12.30 વાગ્યા પહેલાના કોઈપણ સમયે બોઈઝ હોસ્ટેલના સી બ્લોકના પાંચમાં માળે આવેલા પેન્ટ્રી રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ થતા સાથે અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓએ હોસ્ટેલના સંચાલકોને જાણ કરતા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો.
મેઘાણીનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવકે લખેલી કોઈ સ્યુસાઈડ નોટ કે અન્ય ડોક્યુમેન્ટ મળ્યા ન હતા. જો કે, પોલીસે યુવકના મોબાઈલ ફોન આધારે તપાસ શરૂ કરી છે.

ગુજરાત

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

Published

on

By


ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ છ ફિલ્ડમાં રમાતા જુગારમાં 22 શખ્સોને ઝડપી લઇ ગુના નોંધાયા હતા.


ખંભાળિયા નજીક આવેલા નાના આસોટા ગામે વર્ષે ભાદરવા મહિનામાં વાછરા ડાડાના મેળા (જાતર)નું આયોજન કરવામાં આવે છે. અહીં નાના આસોટા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા જાતર (મેળા)ના આયોજન દરમિયાન અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂૂરી બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.


ગઈકાલે સોમવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ જાતરમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં જુગાર રમતા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ સ્થળોએથી 22 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.


આ સ્થળે બે ફિલ્ડમાંથી અશ્વિન અરજણ પરમાર, દુલા દેવા જામ, અરજણ સવદાસ સિંધવ, જીવન લાલજી મકવાણા, ભીમા કરસન ભુંડિયા, કિશોર મેઘા બથવાર અને કિશોર મોહન ઓળકીયા નામના સાત શખ્સોને કુલ રૂૂપિયા 21,950 ના મુદ્દામાલ સાથે જ્યારે દેશુર નારુ હરગાણી, ખેરાજ બલુ પતાણી, ગોવિંદ સોમા ચૌહાણ, બહાદુરસિંહ હમીરજી જાડેજા, ભરત પરબત મકવાણા, ઈમ્તિયાઝ ઉમર રૂૂંજા, રમેશ રજાક કાપડી, ભરત નાનજી ડગરા, મના ઝુમા પરમાર, જીતુ નથુ ગોહિલ અને દિનેશ સિદિક ચૌહાણ નામના 11 શખ્સોને પોલીસે રૂૂપિયા 12,970 ના મુદ્દામાલ સાથે જ્યારે છઠ્ઠા ફિલ્ડમાંથી ધના રાયદે કારીયા, કેશુનાથ રણછોડનાથ ગોહિલ, વેજા ભીમા મોઢવાડિયા અને દેરાજ ભીમા પતાણી નામના ચાર શખ્સોને કુલ રૂૂપિયા 18,650 ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.


આ દરોડા દરમિયાન કુલ 6 ફિલ્ડમાંથી 22 પત્તાપ્રેમીઓને કુલ રૂૂપિયા 63,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા પી.એસ.આઈ. આર.આર. ઝરુ, હેમંતભાઈ નંદાણીયા, આર.પી. મેવાડા, ભરતભાઈ જમોડ, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, મહિદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


જાહેરમાં રમાતા જુગાર શખ્સો પર પોલીસે દરોડાની કાર્યવાહી કરતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જાતરમાં જુદા જુદા સ્થળે જામેલી જુગાર ફિલ્ડની મહેફિલમાં પણ પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જેનું આ વર્ષે પુનરાવર્તન થયું હતું અને પોલીસે દરોડા દરમિયાન જામેલી ફિલ્ડના રંગમાં ભંગ પાડ્યો હતો.

Continue Reading

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

ગુજરાત

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

Published

on

By

તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી માત્રામાં છે.

કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી ભંગારના ક્ધટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં 2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી.

તે પણ હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Continue Reading
Sports47 seconds ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત1 min ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત4 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

આંતરરાષ્ટ્રીય5 mins ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત7 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી9 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત11 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય12 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત14 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત17 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

રાષ્ટ્રીય24 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending