Connect with us

વ્યવસાય

સેન્સેક્સ, નિફ્ટી અને સોનું સર્વોચ્ચ સપાટીએ

Published

on

આગામી લોકસભાની ચુંટણી પહેલા સેમીફાઈનલ જેવી ચાર રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મધ્યપ્રદેશની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 3-1થી જીતીને મક્કમ સરકાર બનવા તરફ નિર્દેશ આપતા જ ભારતીય શેરબજારમાં આજે જબરજસ્ત ઉછાળા સાથે બંને ઈન્ડેક્સમાં ઓલ ટાઈમ હાઈ નોંધાયા હતા. આ સાથે જ રોકાણકારોની સંપત્તિમાં આજે એક દિવસમાં 5.64 લાખ કરોડનો વધારો થયો હતો. આ ઉપરાંત રૂપિયા સામે ડોલરની મજબુતી વધતા સોનામાં પણ 800 રૂપિયાનો ઉછાળો આવતા એક તબક્કે સોનું 65,881 સુધી પહોંચી ગયું હતું.
શુક્રવારે 67,481ની સપાટી પર બંધ થયેલ સેન્સેક્સ 954 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. અને બાદમાં 1437 પોઈન્ટની છલાંગ લગાવીને 68918ની ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી પણ ગયા અઠવાડિયાની ઓલ ટાઈમ હાઈની સપાટી તોડી હતી શુક્રવારે 20267 પર બંધથયેલ નિફ્ટી આજે 335 પોઈન્ટ ઉછળીને 20,602ના રેકોર્ડ હાઈ પર ખુલી હતી. બાદમાં 435 પોઈન્ટ વધીને 20702નો ઓલટાઈમ હાઈ નોંધાયો હતો.
પ્રારંભિક ટ્રેડિંગમાં એશિયન શેરોમાં વધારો થયો હતો કારણ કે બજારોએ અમેરિકા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના રીમાઇન્ડરનું મૂલ્યાંકન કર્યું હતું કે નીતિ નિર્માતાઓ વ્યાજ દરોને હળવા કરવાની કોઈ ઉતાવળમાં નથી. શુક્રવારે યુ.એસ.ના શેરો અને બોન્ડમાં તેજી આવી હતી.
કેન્દ્રમાં સતાધારી ભાજપે ત્રણ રાજ્યોની ચૂંટણી જીતતા અદાણી જુથના શેરોમાં આજે જબરી ખરીદી જોવા મલી હતી. આજે અદાણી પોર્ટના શેરોમાં 5%ની ઉપલી સર્કીટ જોવા મળી હતી જ્યારે અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝ અનુક્રમે 7.7%, 6.9% અને 6.2%ની તેજી જોવા મળી હતી આ ઉપરાંત અંબુજા, ACC, અદાણી ટોટલ ગેસ, અદાણી વિભાર, NDTV સહિતની સ્ક્રીપ્ટોમાં રોકેટ તેજી જોવા મળી હતી.

રાષ્ટ્રીય

શેરબજારમાં સાંબેલાધાર તેજી: આજે ફરી સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ,1592 સ્ટોકમાં જોરદાર તેજી

Published

on

By

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયા. સેન્સેક્સ 405.84 પોઈન્ટ ઉછળી 80392.64ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 24401ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. રોકાણકારોની મૂડી રૂ. 1.19 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ 10.36 વાગ્યા સુધીમાં રૂ. 446.68 લાખ કરોડ પહોંચી છે.

શરૂઆતના વેપારમાં, નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 34 શેરો ઉછાળા સાથે ખૂલ્યા હતા, જ્યારે નિફ્ટી 50ના ટોચના લાભકર્તાઓમાં હિન્દાલ્કો, ICICI બેન્ક, ટાટા મોટર્સ, HCL ટેક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં HDFC બેન્ક, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

ગઈ કાલે, BSEનો 30 શૅરવાળો સેન્સેક્સ પ્રથમ વખત ઐતિહાસિક 80,000નો આંકડો પાર કરીને 80,074.30ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ પહેલા સેન્સેક્સે 25 જૂને પહેલીવાર 78,000 અને 27 જૂને 79,000ની સપાટી વટાવી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

રોકાણકારો પર પૈસાનો વરસાદ, સેન્સેક્સ 80 હજારને પાર

Published

on

By

ઇજઊનું માર્કેટ કેપ રૂા.444.19 લાખ કરોડને પાર, નિફ્ટી 24,300ની ઐતિહાસિક ઉંચાઈએ


મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે આજે નવો ઈતિહાસ રચ્યો છે. આજે ખુલતાની સાથે જ સેન્સેક્સે 80 હજારની સપાટી પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે સેન્સેક્સ 570 પોઈન્ટ જેટલો વધીને પહેલી વખત 80 હજારને પાર ખુલ્યો છે. અને નિફ્ટીએ 24,300ની સપાટી કુદાવી દીધી છે. પહેલા સેશનમાં જ સેન્સેક્સમાં 80,074 અને નિફ્ટીમાં 24,307ની નવી ઓલટાઈમ હાઈ સપાટી નોંધાઈ છે. આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂા. 444.19 લાખ કરોડને પાર થઈ જતાં રોકાણકારો પર પૈસાનો વરસાદ થયો હતો.
શરૂૂઆતના થોડા મિનિટોના વેપારમાં બજારની તેજી થોડી ઓછી થઈ, પરંતુ તે પહેલાં લાઈફટાઈમ હાઈ લેવલનો નવો રેકોર્ડ બની ગયો. તેજી પર થોડી લગામ લાગવા પહેલાં સેન્સેક્સે 80,074 અંક અને નિફ્ટીએ 24,307 અંકના નવા શિખરને સ્પર્શ્યું. સવારે પહેલા સેશનમાં સેન્સેક્સ 358 અંક (0.45 ટકા)ની તેજી સાથે 79,800 અંકની નજીક વેપાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 107 અંક (0.45 ટકા)નો વધારો લઈને 24,232 અંકની નજીક હતો. નિફ્ટીમાં પણ આજે 24,300ની સપાટી પાર થઈ ગઈ હતી. શરૂઆતના શેસનમાં જ નિફ્ટીમાં 24,307નો નવો હાઈ નોંધાયો હતો.


બીએસઈ સેન્સેક્સ પ્રી ઓપન સેશનમાં 750 અંકથી વધુનો કૂદકો લગાવીને 80 હજાર અંકની ઉપર નીકળી ગયો હતો અને 80,200 અંકની નજીક પહોંચી ગયો હતો. નિફ્ટી લગભગ 170 અંકનો વધારો લઈને 24,300 અંકની નજીક પહોંચી ગયો હતો. બજાર ખૂલવા પહેલાં ગિફ્ટ સિટીમાં નિફ્ટીનો ફ્યુચર લગભગ 140 અંકના વધારા સાથે 24,340 અંકની નજીક હતો.


ગઈકાલે ઘરેલું બજારમાં હળવો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ નજીવા 34 અંક (0.044 ટકા) ઘટીને 79,441. અંક પર રહ્યો. જ્યારે એનએસઈ નિફ્ટી 18 અંક (0.075 ટકા) સરકીને 24,123.85 અંક પર બંધ થયો. તે પહેલાં બજારે આ જ સપ્તાહમાં નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સે 79,855 અંક અને નિફ્ટી50એ 24,236 અંકના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું.


એશિયા-અમેરિકા સહિતના વૈશ્ર્વિક માર્કેટોમાં તેજીનો માહોલ

ઘરેલું શેર બજારને વૈશ્વિક બજારોથી સપોર્ટ મળી રહ્યો છે. મંગળવારે વોલ સ્ટ્રીટ પર બધા ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.41 ટકા, એસએન્ડપી 500માં 0.62 ટકા અને નાસ્ડેકમાં 0.84 ટકાનો વધારો આવ્યો હતો. આજે એશિયાઈ બજારો પણ મજબૂત છે. શરૂૂઆતના વેપારમાં જાપાનનો નિક્કેઈ 0.84 ટકા છે, જ્યારે ટોપિક્સ 0.08 ટકા મજબૂત હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.26 ટકા અને કોસ્ડેક 0.5 ટકાના ફાયદામાં હતો. જોકે હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં શરૂૂઆતના સંકેત આપી રહ્યો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

તેજી સતત ચોથા દિવસે યથાવત શેરબજારમાં નવો રેકોર્ડ સર્જાયો

Published

on

By

આજે પણ રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યાની થોડી જ મિનિટો બાદ શેરબજારે સતત ચોથા દિવસે નવો ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સે આજે ફરી 79,671ની નવી ઊંચી સપાટી બનાવી છે. જ્યારે નિફ્ટી 24,174 સુધી પહોંચી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.


આજે પણ શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર ખુલવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સ 80000 ના સ્તર તરફ મજબૂતીથી આગળ વધ્યો છે. જ્યારે નિફ્ટી 25000 તરફ આગળ વધ્યો છે. આજે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સ પ્રથમ વખત 79457 ના સ્તર પર ખુલ્યા બાદ 79,671ના નવા રેકોર્ડ પર પહોંચી ગયો હતો. અને નિફ્ટી 24,085 પર ખુલ્યા બાદ 24,174ના નવા લેવલ પર પહોંચી હતી.આજે એશિયન બજારોમાં તેજી રહી હતી, જ્યારે અમેરિકન શેરબજારના સૂચકાંકો ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાને કારણે નજીવા વધારા સાથે બંધ થયા હતા.

Continue Reading

Trending