Connect with us

પોરબંદર

પોરબંદર-રાજકોટ એક્સપ્રેસને કાટકોલા સ્ટેશનથી લીલીઝંડી આપતા સાંસદ માડમ

Published

on

રેલવે મંત્રાલયના દ્વારા પોરબંદર-રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ ટ્રેન નં. 19572/19571 નું સ્ટોપેજ ભાવનગર ડિવિઝનના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા સ્ટેશન પર શરૂૂ થયું છે.
જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ, જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયા સહિતના આગેવાનો દ્વારા ભાણવડ તાલુકાના કાટકોલા રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને હોલ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, શનિવારે કાટકોલા રેલ્વે સ્ટેશનથી પોરબંદર-રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ શરૂૂ થયું છે. આ સ્ટોપના કારણે છાત્રો, યુવાઓ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને કનેક્ટિવિટીમાં ઘણી જ સરળતા રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાણવડ, લાલપુર અને જામજોધપુર રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશનમાં સમાવેશ થતાં સ્ટેશનો સુવિધાથી સુસજ્જ થશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડી.સી.એમ. માશૂક અહમદના જણાવ્યા મુજબ, પોરબંદરથી રાજકોટ સુધી દોડતી પોરબંદર-રાજકોટ ડેઈલી એક્સપ્રેસ ટ્રેનનો આગમનનો સમય બપોરે 03:15 વાગ્યાનો છે. તેમજ રાજકોટ-પોરબંદર ડેઈલી એક્સપ્રેસ ટ્રેનનો કાટકોલા રેલ્વે સ્ટેશન પર આગમન નો સમય 10:33 નો છે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ, અગ્રણીઓ અને કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

પોરબંદરના બળેજમાં ગાયને અડફેટે લેતા ઇજા

Published

on

By

વાહનચાલક સામે લોકોમાં રોષ

પોરબંદર સોમનાથ મેન હાઇવે ઉપર આવેલ બળેજ ગામે એક ગૌ માતાને અજયણા વાહન ચાલકે ઠોકર મારતા ગંભીર હિજા પહોંચી હતી ત્યારે.ગોરશેર ટોલ પ્લાઝા ના લાલાભાઇ ગળચર દ્વારા પોતા નું વાહન મોકલી ને માધવપુર ઘેડ સંજીવની નેચર ફાઉન્ડેશન ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તે ગૌમાતાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તે ગૌમાતાને વધુ સારવાર અર્થે બળે જ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી હતી.

હાલ રખડતા પશુઓને લઈને રોડ રસ્તા ઉપર અનેક વાર વાહન ચાલકો દ્વારા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે તમામ વાહન ચાલકોને એક નમ્ર વિનંતી કે હાઇવે પર રખડતા પશુઓને ધ્યાને રાખે પોતપોતાનું વાહન હાઈ સ્પીડમાં ન ચલાવે તેવી નમ્ર વિનંતી જેથી કરીને રખડતા પશુઓનો અને વાહન ચાલકો ને મુશ્કેલીના સામનો ન કરવો પડે.

Continue Reading

ગુજરાત

પોરબંદરના મહિરા ગામે દૂધની બરાઈ ખાધા બાદ 16 લોકોને ફૂડ પોઈઝનિંગ

Published

on

By

ભેંસને પાડો આવતા જમણવાર રાખ્યું હતું: તમામને સારવાર અર્થે ખસેડાયા

પોરબંદરના મહીરા ગામે એક પરિવારના ઘરે રહેલ ભેસને ચાર દિવસ પૂર્વે પાડો આવ્યો હતો તેની ખુશીમાં આ પરિવારના તેમજ સંબંધીના સભ્યો માટે ભેંસના પ્રથમ દૂધમાંથી બનાવેલ બરાઈ અને લાડુ સહિત વાનગીનું જમણવાર રાખવામાં આવ્યું હતું.આ જમણવાર ભાગ લેનાર 30 સભ્યોમાંથી 16 જેટલા સભ્યોને શુકવારે એકાએક ફૂડ પોઇઝનીગ અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા.


સામાન્ય રીતે કોઈ પરિવારના ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તો પરિવારના સભ્યો દ્વારા તેમની ખુશીમાં જમણવાર સહિતની પાર્ટીઓ રાખી ઉજવણી કરવામાં આવે છે પોરબંદરના જિલ્લાના કુતિયાણા પંથકમાં આવેલ મહીરા ગામે રહેતા મકવાણા વિકમભાઈ રામભાઈ પાસે રહેલ ચાર દિવસ પૂર્વે ભેંસને ત્યાં પાડાનો જન્મ થયો હતો. જેથી આ પરિવારે પણ ખુશી વ્યક્ત કરવા માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જમણવાર મંગળવારે સાંજે તેમના ઘરે આયોજન કરાયું હતું જેમાં આ યુવાન અને તેમના ત્રણ ભાઈઓના પરિવાર તેમજ છત્રાવા ગામે રહેતા તેમના બેન બનેવી અને બગસરા ગામે રહેતા તેમના માસી માસા સહિતના સંબંધીને બોલાવવા આવ્યા હતા.


આ જમણવારમાં ભેંસના પ્રથમ દૂધમાથી બનાવેલ બરાઈ, લાડુ, દાળ-ભાત સહિતની વાનગીઓ બનાવી હતી.આ જમણવારમાં 30 જેટલા સભ્યો ભાગ લીધો હતો.પરંતુ આ આગેવાન ખુશીમાં કરેલ જમણવાર ભારે પડ્યું હતું અને નવી મુસીબત ઉભી કરી હતી.જમણવાર ભાગ લીધેલ 30 સભ્યોમાંથી ચાર બાળકો સહિત 16 સભ્યોને શુકવારે સવારે એકાએક ફૂટ પોઇઝનીગ અસર થતા ઝાડા ઉલ્ટી શરૂૂ થયા હતા જેથી આ તમામ સભ્યોને 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈને હોસ્પિટલના કેઝ્યુલિટી વોર્ડમાં પણ થોડીવાર માટે અફડા તફડી મચી ગઇ હતી.મહિડા ગામે બનેલ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી હતી.

ફૂડ પોઇઝનિંગની અસર થયેલ સભ્યોના નામ
માવદીયા પ્રભાબેન હમીરભાઈ(ઉ.40) રે-બગસરા,મકવાના મિલન રામભાઈ(ઉ.30) રે-મહીરા,મકવાણા વિકમ રામભાઈ(ઉ.37)રે-મહીરા,મકવાણા રામભાઈ મુરુભાઈ(ઉ.60)રે-મહીરા,મકવાણા રિયાન મિલન (ઉ.6)રે-મહીરા,મકવાણા ખુશી મિલન(ઉ.8)રે-મહીરા,મકવાણા લક્ષ્મીબેન રાજુભાઈ(ઉ.23)રે-મહીરા,મકવાણા ઇશાબેન વિક્રમભાઈ(ઉ.14)રે-મહીરા,મકવાણા લીલાબેન વિક્રમભાઈ(ઉ.30)રે-મહીરા,મકવાણા શાંતિબેન મિલનભાઈ(ઉ.28)રે-મહીરા,મકવાણા નિશાબેન મિલન(ઉ.11)રે-મહીરા,માવદીયા મીરભાઈ મુરુભાઈ(ઉ.40)રે-બગસરા,મકવાણા રાજુભાઈ રામભાઈ(ઉ.30)રે-મહીરા,પરમાર દિનેશ રમેશ(ઉ.25)રે-છત્રાવા,પરમાર પાયલબેન દિનેશભાઇ(ઉ.20)રે-છત્રાવા,ચાવડા શિલ્પાબેન મંગાભાઈ(ઉ.35)રે-વિરડી પ્લોટ

Continue Reading

ગુજરાત

પોરબંદરમાં 20 કરોડની ખંડણી પ્રકરણમાં આરોપીના પિતાનો આપઘાત

Published

on

By

તાજેતરમાં બગવદર પોલીસમાં વીજપોલ કપાતા અટકાવવા માટે એક શખ્સે 20 કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.આ ફરિયાદના આરોપીના પિતાએ કુછડી વાડી વિસ્તારમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું હતું.આ ઘટનાને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. બગવદર પોલીસ સ્ટેશનમાં વિન્ડ ફાર્મ કંપનીના ઉર્જા વહન માટેના વિજલાઈન પોલને નુકશાન પહોંચાડતા હોવાની ઘટના અટકાવવા માટે એક શખ્સે કંપનીના અધિકારી પાસે 20 કરોડની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદ બાદ આ શખ્સની પોલીસે અટકાયત પણ કરી હતી આ ઘટના બાદ આ શખ્સના પિતા રામ લાખાભાઈ મોઢવાડિયા (ઉ.50)નામના આધેડે કુછડી સીમ વિસ્તારમાં આવેલ તેમની વાડી ખાતે ગઈકાલે ઝેરી દવા પી લેતા મોત થયું હતું.આ ઘટના બાદ તેમના મૃતદેહ પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન નોંધી અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા અકસ્માત મોતની ઘટના નોંધવામાં આવી છે.

આરોપીના પિતાએ ઝેરી દવા પી લઇ જીવન ટૂંકાવી લીધું: કારણ અંગે પરિવાર અજાણ

Continue Reading
રાષ્ટ્રીય3 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય4 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય4 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય5 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય5 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત5 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending