ખંભાળિયા: હંસ્થળના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા નાથાભાઈ દેવાભાઈ દેથરીયાએ શનિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ પોતાના હાથે ખાટલા ભરવાની દોડી વડે લીંબડાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈ…

ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા નાથાભાઈ દેવાભાઈ દેથરીયાએ શનિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ પોતાના હાથે ખાટલા ભરવાની દોડી વડે લીંબડાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર માલદેભાઈ નાથાભાઈ દેથરીયાએ અહીંની પોલીસને કરી છે.

સલાયા, ઓખામાં બે માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના સલીમ કાસમ સંઘાર નામના માછીમાર યુવાને પોતાની ફિશિંગ બોટમાં હાનિકારક પદાર્થ લઈને માછીમારી કરવા જતા સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. ઓખા મરીન પોલીસે ડાલ્ડા બંદર ખાતેથી અનવર હાજી માંડુ નામના માછીમારને પોતાના કબજાની બોટને સરકારના નિર્ધારિત કરેલા રિટર્ન ઓપરેશન સેન્ટર બેટ દ્વારકાના બદલે અન્ય ઓપરેશન સેન્ટર ડાલ્ડા બંદર જેટી પાસેથી જઈને મંજૂરી વગર પરત આવતા તેને ઝડપી લઈ, આ બંને માછીમારો સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

કલ્યાણપુરમાં વિદેશી દારૂૂ સાથે બે ઝડપાયા
કલ્યાણપુર નજીકના જામ દેવળીયા બાયપાસ પાસેથી પોલીસે શનિવારે રાત્રિના સમયે દેવળીયા ગામના વેજા રામદે માડમ નામના 41 વર્ષના શખ્સને રૂૂ. 3,900 ની કિંમતના પરપ્રાંતિય શરાબના 12 ક્વાર્ટર સાથે ઝડપી લીધો હતો. અન્ય એક કાર્યવાહીમાં રાવલ ગામના રાજુ મોહન જમોડ નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂના 3 ક્વાર્ટર સાથે ઝડપી લઇ, પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *