Connect with us

ગુજરાત

વનવિભાગની ભરતી મામલે ગૌણ સેવાને હાઈકોર્ટની નોટિસ

Published

on

વનબીટ ગાર્ડ ભરતી પ્રક્રિયાની વિસંગતતા અંગે ઉમેદવારોએ રિટ કરતા જવાબ આપવા આદેશ

વન બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા અને રાજ્યમાં લેવાતી પરીક્ષા અંગેના વિવાદમાં 100 થી વધુ ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ પિટિશનમાં હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે એવી પણ ચેતવણી આપી છે કે જો સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડનો ખુલાસો સાચો અને સંતોષકારક નહીં હોય તો કોર્ટ તેના પર ગંભીરતાથી વિચાર કરશે.


વન બીટ ગાર્ડની ભરતીના વિવાદમાં 100 થી વધુ ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનમાં જણાવાયું છે કે ગુજરાત ગૌ સેવા સંહિતા મંડળે સમગ્ર રાજ્યમાં 813 વન બીટ ગાર્ડની ભરતીની જાહેરાત કરી છે. આ માટે લગભગ સાડા સાત લાખ અરજીઓ આવી હતી. આ સંદર્ભે જારી કરાયેલી જાહેરાત મુજબ ઘખછ (ઓપ્ટિકલ માર્ક રીડિંગ) ઓફલાઈન પદ્ધતિથી લેવાની હતી, પરંતુ તે કોમ્પ્યુટર આધારિત ઈઇછઝ પદ્ધતિથી લેવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષાઓ એકસાથે લેવાને બદલે અલગ-અલગ 48 સત્રોમાં લેવામાં આવી હતી.


સૌથી ગંભીર બાબત એ છે કે આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાવી જોઈએ અને તે તેની જવાબદારી છે, પરંતુ તેના બદલે તેણે આ પરીક્ષાનું કામ ખાનગી એજન્સીને સોંપી દીધું છે. જેના કારણે અલગ-અલગ 48 સેશનમાં લેવાયેલી પરીક્ષામાં કેટલાક પેપર અઘરા તો કેટલાક સરળ હતા. આ પછી, જ્યારે આ ખાનગી એજન્સી દ્વારા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે દરેક ઉમેદવારને કેટલા માર્કસ આવ્યા છે, જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને પણ સમગ્ર પરીક્ષામાં ગેરરીતિનો ડર છે.


ઓપ્ટિકલ માર્ક રીડિંગને બદલે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવી હતી. એકસાથે બધાને બદલે 48 અલગ સત્રોમાં લેવામાં આવે છે. જેમાં સરળ અને અઘરા પેપર પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું હતું. ખરેખર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લેવાની છે. પરિણામમાં દરેક ઉમેદવારને કેટલા માર્ક્સ મળ્યા તે જાહેર થયું નથી.


પરીક્ષા ઘખછ પદ્ધતિથી લેવાની હતી, તેના બદલે ઈઇછઝ પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પણ ગેરરીતિની શક્યતા છે, તેથી હાઇકોર્ટે આ બાબતે યોગ્ય આદેશ પસાર કરવો જોઇએ, ઉમેદવારોનું પક્ષ સાંભળ્યા બાદ હાઇકોર્ટે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી જરૂૂરી સ્પષ્ટતા માંગી હતી. કેસની આગામી સુનાવણી 12 ડિસેમ્બરે થશે.

ક્રાઇમ

કારખાનેદારના ફ્લેટમાં સફાઈ માટે આવેલા 4 શખ્સો 14 લાખની ‘સફાઈ’ કરી ગયા

Published

on

By

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં બનેલો બનાવ

તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં 4 શખ્સોને ઉઠાવી ભેદ ખોલ્યો

શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટાં રહેતા કારખાનેદારના ઘરે દિવાળીની સફાઈ માટે આવેલા ચાર શખ્સો કબાટમાંથી તિજોરીમાં રાખેલા રૂા. 14 લાખ સફાઈ કરી જતાં આ મામલે કારખાનેદારે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલ ચાર શખ્સોને રાતોરાત ઉઠાવી લઈ ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરીના બનાવમાં કારખાનેદારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.


મળતી વિગતો મુજબ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. બી 1002માં રહેતા અને રીયલ એસ્ટેટ બાંધકામનું કામ તેમજ રાધે પોલીમર્સ અને યુનિક પોલીમર્સ નામના બે કારખાના ચલાવતા હરસુખભાઈ બચુભાઈ ઠુમર ઉ.વ.53ના ઘરે રૂા. 14 લાખની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. હરસુખભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પરિવાર સાથે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના 85 વર્ષના પિતા બચુભાઈ, 83 વર્ષના માતા નંદુબેન તથા પત્ની અને પુત્રી તથા પુત્ર કે જેઓ ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે. માતા-પિતા અને પત્ની સાથે રહેતા હરસુખભાઈના પત્નીએ ગત તા. 16-10ના રોજ દિવાળી ઉપર ઘરની સાફસફાઈ કરાવાની હોય જેથી પાડોશમાં રહેતા કેતનભાઈ કથિરિયાના પત્ની મિતલબેન કે જેમણે પોતાના ઘરે દિવાળીની બહારથી માણસો બોલાવીને સાફસફાઈ કરાઈ હોય તેમની પાસેથી ઘરની સાફસફાઈ કરાવવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતા વ્યક્તિનો મોબાઈલ નંબર લઈ સાફસફાઈ કરાવી છે તેવી વાત કરતા હરસુખબાઈએ હા પાડી હતી.


સાંજના હરસુખભાઈ ઘરે આવ્યા ત્યારે મિતલબેન પાસેથી નંબર લઈ પ્રભુભાઈ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો છે. અને શુક્રવારે તા. 18-10 એ સફાઈ માટે આવવાની વાત કરી હોય અને સફાઈ કામના રૂપિયા 5000 નો ચાર્જ લેશે તેમ જણાવ્યું હતું. ગઈકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે હરસુખભાઈ કામ પર ગયા ત્યારે માતા-પિતા અને પત્નીની હાજરીમાં સફાઈ માટે પ્રભુ અનેતેની સાથેના ત્રણ એમ કુલ ચાર વ્યક્તિઓ આવ્યા હતાં. બપોરે હરસુખભાઈ જમવા આવ્યા ત્યારે આ ચારેય માણસો કામ કરતા હતા હરસુખભાઈ જમીને કારખાને ગય હતા. અને રાત્રે તેઓ પરત ઘરે આવ્યા અને તેમણે કબાટમાં રૂા. 14 લાખ રાખ્યા હોય જે રૂપિયાની તપાસ કરતા કબાટમાં જોવા ન મળતા પત્નીને આ બાબતે પુછતા સફાઈ કરવા આવેલા પ્રભુ અને તેની સાથેના માણસો બપોરે ચાર વાગ્યે ઘરની બહાર ગયા હોવાનું અને તેમાંથી બે માણસો પરત આવ્યા હોય જેથી આ બાબતે સફાઈ કરવા આવેલા પ્રભુ અને તેની સાથેના શખ્સો ઉપર શંકા જતાં તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ કરી હતી.

સફાઈ માટે આવેલા પ્રભુ અને તેના ત્રણ સાગરીતોએ જ 14 લાખ રૂપિયાની સફાઈ કરી ગયા હોય તાલુકા પોલીસ મથકના પીઆઈ બી.એમ. હરિપરા અને તેમના સ્ટાફે તપાસ કરી ચારેય શખ્સોને ઉઠાવી લઈ ચોરીનો મુદ્દામાલ કબ્જો કરવા વધુ તપાસ શરૂ કરી છે.

સફાઈ વખતે ઈમર્જન્સી કામ આવી ગયાનું કહી બે શખ્સોને રોકડ લઈ ભગાડી મુક્યા
સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં થયેલી રૂા. 14 લાખની ચોરીમાં તપાસમાં કેટલીક ચોંકાવનારી માહીતી આવી છે. હરસુકભાઈ ઠુંમરને ત્યાં સફાઈ માટે આવેલા પ્રભુ અને તેની સાથેના ત્રણ માણસો સાફસફાઈ કરતા હતા ત્યારે બપોરે ચાર વાગ્યાના સુમારે ચાર માણસોમાંથી પ્રભુ અને તેનો એક માણસ ઘરની બહાર ગયા હતાં. અને 10 મીનીટ બાદ પરત આવ્યા બાદ પ્રભુએ હરસુખભાઈના પત્ની રાજેશ્રીબેનને પરત આવીને બે માણસોને તાત્કાલીક બીજા સ્થળે મોકલવા પડશે તેમ કહી ઈમરજન્સી કામ આવી ગયું હોય બે માણસો અમારી જગ્યાએ મોકલુ છુ તેમ કહી કામ કરતા બે માણસોને 14 લાખની રોકડ લઈને ભગાડી મુક્યા હતાં. અને સાંજ સુધી અન્ય બે માણસોએ સાફસફાઈનું કામ કરી તેઓ પણ વહેલા જતા રહ્યા હતાં. આ સમગ્ર મામલે પોલીસે રોકડ રકમ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

મહિલાએ 108માં જ બેલડાંને જન્મ આપ્યો

Published

on

By

આજે સવારે 8:38 વાગ્યે કોટડાસાંગાણી તાલુકા બગદડિયા ગામમાં સગભા માતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 સેવામાં કોલ કરવામાં આવતાં નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી આ સમયે બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહનીય પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ બજાવતા ઇ.એમ.ટી હાર્દિક કમલેશભાઈ ગોહેલ અને પાઇલોટ અનિલ પરમારએ તપાસ કરતાં જાણ્યું કે સગભાની પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી ફરજ પરના 108 કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે તમામ પ્રકારની પ્રસુતિની લગતી તૈયારીઓ સ્થળ પર કરી ત્યારબાદ ઇએમટી હાર્દિક ગોહેલ અને દ્વારા અન્ય 2 મહિલાનો સહયોગ લઇ સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને 108 ના ડો.પરમાર દ્વારા સંપર્કમાં રહીને ઇ.એમ.ટી હાર્દિક ગોહેલ દ્વારા પ્રથમ નવજાત શિશુનો સફળતાપૂર્વક જન્મ કરાવ્યા બાદ અતિ જટિલ પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ 10 મિનિટ પછી બીજા બાળકનો પણ સફળતાપૂર્વક જન્મ કરાવ્યો હતો.


ત્યારબાદ ત્વરિત નવજાત શિશુઓને યોગ્ય સારવાર અને સંભાળ લીધા બાદ સગર્ભા માતા સહિત બંને નવજાત શિશુઓને ગોંડલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિલ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા. ગોંડલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર ધારા દ્વાર સગર્ભા માતા અને નવજાત શિશુઓને ત્વરિત યોગ્ય સારવાર આપી અને સગર્ભા માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી અને 108 ના કર્મચારીઓને આ જટિલ જોડીયા બાળકોની પ્રસુતિ સફળતાપૂર્વક કરવા બદલ બિરદાવ્યા હતા.


ગુજરાત સરકારની 108 સેવા ગુજરાતના છેવાડાના લોકો માટે અનેક વખત આશીર્વાદરૂૂપ સાબિત થઇ છે ત્યારે આજે રાજકોટના જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના 108 સેવાના કર્મચારી હાર્દિક ગોહેલ અને અનિલ પરમાર દ્વારા આ સફળ પ્રસુતિ કરાવડાવી સરકારની શ્રેષ્ઠ સેવા સાબિત કરી બતાવી છે.

Continue Reading

ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં સુવિધા-દુવિધા બાબતે ચર્ચા-વિચારણા કરતા આરોગ્ય કમિશનર

Published

on

By

રોગી કલ્યાણ સમિતિની મળેલી બેઠકમાં સિવિલની પરિસ્થિતિ જાણી

શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે લાંબા સમય પછી રોગીકલ્યાણ સમિતિની બેઠક આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ તકે સિવિલના સુપ્રીન્ટેન્ડેન્ટ સહિતના તમામ વિભાગના વડાઓ સાથે સુવિધા-દુવિધાઓ વિશે ચર્ચા વિચારણા, સુવિધાઓ વધારવા અને સમસ્યાઓ તાકિદે હલ કરવા સબંધીતોને સુચના, આદેશ કર્યા હતાં.


કોરોના કાળ પછી લાંબા સમયે એટલે કે, પાંચેક વર્ષ બાદ આજે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર, રોગી કલ્યાણ સમિતિના સ્થાનિક અધ્યક્ષ, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર દેસાઈ મેયર નયનાબેન પેઢડિયા સહિતના સિવિલના ઉચ્ચ અધિકારી-તબીબો સાથે બઠક યોજી હતી.


સિવિલમાં સમયાંતરે ઉભી નથી સમસ્યાઓ તાકીદે હલ કરવા અને દર્દી આલમને પડતી હાલાકી દૂર કરવાની આરોગ્ય કમિશનર દ્વારા સબંધીતોને સલાહ સુચના આપી છે.


આધારીત સુત્રોએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાનના હિસાબ, સાધનોની ખરીદી, ખાલી જગ્યાઓ, ડોનેશન, હેલ્થ પરમીટ અંગેની પરિસ્થિતિ જાણી હતી.


અત્રે એ નોંધનિય છે કે, આમ તો રોગી કલ્યાણ સમિતિની બેઠક દર વર્ષે નિયમિત મળવી જોઈએ અને તો જ રોગીઓનું કલ્યાણ થાપ તેવું જાગૃતોનું માનવું છે. પણ કોરોના કાળ દરમિયાન છેલ્લે એકવાર ઓનલાઈન બેઠક મળી હતી. અને પ્રત્યક્ષ બેઠક આજે પાંચેક વર્ષ બાદ મળી હતી. આરોગ્ય કમિશનરે તબીબી કાફલા સાથે ઝનાના હોસ્પિટલની પણ મુલાકાત લઈને સુવિધાનો તાગ મેળવ્યો હતો. પીએમ રૂમમાં પાણી સહિતની દુવિધાઓની થયેલી ફરિયાદો તાકિદે હલ કરવા સબંધીતોને સુચના આપી હતી.

Continue Reading
રાષ્ટ્રીય12 mins ago

વારાણસીઃ જ્ઞાનવાપીના 33 વર્ષ જૂના મૌલિકતા કેસમાં ચર્ચા પૂરી, 25 ઓક્ટોબરે આવશે નિર્ણય

રાષ્ટ્રીય22 mins ago

ઓમર અબ્દુલ્લાના પ્રસ્તાવને LGની મંજૂરી, આ રીતે જમ્મુ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો

રાષ્ટ્રીય27 mins ago

ડોલરના વિકલ્પે વ્યાપાર મુદ્દે બ્રિકસ સમિટમાં ભારત ઉપર નજર

રાષ્ટ્રીય31 mins ago

ડયુટી પર દાઢી રાખવા બદલ સસ્પેન્ડ મુસ્લિમ કોન્સ્ટે.ની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે

ક્રાઇમ36 mins ago

કારખાનેદારના ફ્લેટમાં સફાઈ માટે આવેલા 4 શખ્સો 14 લાખની ‘સફાઈ’ કરી ગયા

રાષ્ટ્રીય36 mins ago

ડીજેના ભયાનક અવાજે 13 વર્ષના માસૂમનો ભોગ લીધો

ગુજરાત38 mins ago

મહિલાએ 108માં જ બેલડાંને જન્મ આપ્યો

રાષ્ટ્રીય40 mins ago

અંધશ્રદ્ધાએ પરિવારના બે યુવકનો ભોગ લીધો; બે બેભાન, એક પાગલ થઇ ગયો

ગુજરાત41 mins ago

સિવિલ હોસ્પિટલમાં સુવિધા-દુવિધા બાબતે ચર્ચા-વિચારણા કરતા આરોગ્ય કમિશનર

ગુજરાત42 mins ago

ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ સુધીનો હાઈવે તાકીદે રીપેર કરો: કલેક્ટર

ગુજરાત1 day ago

ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા

આંતરરાષ્ટ્રીય1 day ago

વિશ્વમાં સૌથી વધારે ગરીબ ભારતમાં! પાકિસ્તાન આપણા કરતા ‘અમીર’, UNના રીપોર્ટમાં ખુલાસો

ગુજરાત1 day ago

કેશોદમાં 25મીએ ખેડૂત મહાપંચાયત

ગુજરાત1 day ago

થાનગઢમાં સગીરા ઉપર સાત શખ્સોનું દુષ્કર્મ

ક્રાઇમ1 day ago

ખંભાળિયામાં વેપારીને આંતરી રોકડની લૂંટ

ક્રાઇમ1 day ago

મોરબી રોડ ઉપર બાઇક સ્લિપ થતા આરટીઓ એજન્ટનું મોત

ગુજરાત1 day ago

સિવિલ હોસ્પિટલમાં દોઢ માસથી એન્જિયોગ્રાફીનું મશીન બંધ

ગુજરાત1 day ago

શિવમ ફ્રૂટમાંથી 1150 કિલો વાસી પલ્પ પકડાયો

ગુજરાત1 day ago

ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા 35 વેપારીને નોટિસ

ગુજરાત1 day ago

સંતકબીર રોડ પર જિંદગીથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

Trending