Sports
ઓક્શન બાદ તમામ ટીમોની તસવીર બદલાઇ
ઈંડિયન પ્રીમિયર લીગ 2024ના મિની ઓક્શનમાં ખૂબ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. પહેલા વાર આ ઓક્શન વિદેશમાં થયું છે. જેમાં 10 ટીમોએ પોતાના બાકી વધેલા પર્સમાંથી શાનદાર ખેલાડીઓને ખરીદવાની કોશિશ કરી છે. આ ઓક્શનમાં કુલ 332 પ્લેયર્સની બોલી લાગવાની હતી. પણ તેમાં સૌથી આગળ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક રહ્યો, જે આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો.
ચેન્નઈ સુપરકિંગ્સ: એમએસ ધોની, ડેવોન કોન્વે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, રવીન્દ્ર જાડેજા, મિચેલ સૈંટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, દીપક ચાહર, મહીશ તીક્ષ્ણા, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશ પથિરાના રચિન રવિન્દ્ર- 1.80 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ), શાર્દુલ ઠાકુર- 4 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), ડિરેલ મિચેલ- 14 કરોડ (બેસ પ્રાઈઝ 1 કરોડ), સમીર રિઝવી- 8.40 કરોડ (બેસ પ્રાઈઝ 20 લાખ)
મુંબઈ ઈંડિયંસ- હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જૂન તેંદુલકર, શમ્સ મુલાની, નેહાલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મઢવાલ, જેસન બેહરનડોર્ફ, રોમારિયો શેફર્ડ. ઝેરાલ્ડ કોઈટલી- 5 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), દિલશાન મધુશંકા- 4.60 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ)
ગુજરાત ટાઈટંસ- શુભમન ગિલ, ડેવિલ મિલર, મૈથ્યૂ વેડ, ઋદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવતિયા, મોહમ્મદ શમી, નૂર અહમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટિલ અને મોહિત શર્મા અબ્દુલ્લા ઓમરજઈ- 50 લાખ (બેસ પ્રાઈઝ 50 લાખ), ઉમેશ યાદવ- 5.80 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ – શ્રેયસ અય્યર, નીતીશ રાણા, રિન્કૂ સિંહ, રહમનુલ્લાહ, જેસન રોય, અનુકૂલ રોય, આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર, સુયશ શર્મા, હર્ષિત રાણા, સુનીલ નરેન, વૈભવ અરોડા અને વરુણ ચક્રવર્તી કેએસ ભરત- 50 લાખ (બેસ પ્રાઈઝ 50 લાખ), ચેતન સાકરિયા- 50 લાખ(બેસ પ્રાઈઝ 50 લાખ) મિચેલ સ્ટાર્ક- 24.57 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), અંગકૃષ રઘુવંશી- 20 લાખ (બેસ પ્રાઈઝ 20 લાખ)
રોયલ ચેલેંજર્સ બેંગલુરુ- ફાફ ડુપ્લેસી, રજત પાટીદાર, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જૈક્સ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, કરન શર્મા, મનોજ ભાંડગે, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપ્લી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, વિજય કુમાર, કૈમરન ગ્રીન અને મયંક ડાગર અલ્ઝારી જોસેફ- 11.50 કરોડ (બેસ પ્રાઈઝ 1 કરોડ)
સનરાઈઝર્સ હૈદરાબાદ- એડેન માર્કરમ, અબ્દુલ સમદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, નીતીશ કુામર રેડ્ડી, અભિષેક શર્મા, માર્કો યાનસન, વોશિંગટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારુકી, ટી નટરાજન, ઉમરાન મલિક, મયંક માર્કેડેય, શાહબાઝ અહમદ ટ્રેવિસ હેડ- 6.80 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), વાનિંદુ હસારંગા- 1.50 કરોડ (બેસ પ્રાઈઝ 1.5 કરોડ), પૈટ કમિંસ – 20.50 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ) જયદેવ ઉનડકટ- 1.60 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ)
દિલ્હી કેપિટલ્સ- ઋષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, યશ ઢુલ,અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, મિચેલ માર્શ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ, એનરિક નોર્ખિયા, કુલદીપ યાદવ,લુગી એન્ગિડી, ખલીલ અહમદ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર હેરી બ્રુક – 4 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ- 50 લાખ (બેસ પ્રાઈઝ 50 લાખ)
પંજાબ કિંગ્સ: શિખર ધવન, જીતેશ શર્મા, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટન, અથર્વ તાયડે, ઋષિ ધવન, સેમ કુરાન, સિકંદર રઝા, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચહર, વિધ્વાત કાર , હરપ્રીત ભાટિયા. હર્ષલ પટેલ- 11.75 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ) ક્રિસ વોક્સ- 4.20 કરોડ (બેસ પ્રાઈઝ 2 કરોડ) લખનૌ સુપરજાયન્ટ્સ: કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બધોની, દીપક હુડા, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનીસ, પ્રેરક માંકડ, યુદ્ધવીર સિંહ, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, રવિશનો ખાન, બી. ઠાકુર., અમિત મિશ્રા, નવીન ઉલ હક, દેવદત્ત પડિકલ, શિવમ માવી- 6.4 કરોડ (બેસ પ્રાઈઝ 50 લાખ) અર્શિન કુલકર્ણી- 20 લાખ (બેસ પ્રાઈઝ 20 લાખ)
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, કૃણાલ રાઠોડ, આર અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ કૃષ્ણા, પ્રસી. , અવેશ ખાન, રોવમેન પોવેલ- 7.40 કરોડ (બેસ પ્રાઈઝ1 કરોડ) શુભમ દુબે- 5.80 કરોડ (બેસ પ્રાઈઝ 20 લાખ)
Sports
અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા
આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
Sports
સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ
ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ