Connect with us

મોરબી

મોરબીના બેલામાં નશીલી સિરપની 1710 બોટલ ઝડપાઇ

Published

on

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-1710 કિં.રૂ.2,55,150/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે મુદ્દામાલ કબજે કરી આરોપી કમલભાઇ રજીતભાઇ દેબનાથ ઉ.વ.30 હાલ રહે. બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બર દુકાન નં.2.4 તા.જી.મોરબી રહે. ગયેરગારી, કોતવાલી તા-ડાઉગોરી, જી-કોચબિહાર, પશ્ચિમ બંગાળ વાળા વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-102 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુજરાત

મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા

Published

on

By

રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ

આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.


બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

વીજકંપની સામે 14 જિલ્લાના ખેડૂતોનું લડી લેવા એલાન

Published

on

By

પાવર ગ્રીડ કંપની વિરુદ્ધ હળવદના ધુળકોટ ગામે કિસાન સંમેલન યોજાયું : 765 કેવી વીજલાઈનનો વિરોધ

મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી વીજ લાઇન પસાર થાય છે. જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને આજે હળવદ તાલુકાના ધુળકોટ ગામે ખેડૂતો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન માત્ર મોરબી જિલ્લો પરંતુ ગુજરાતના 14 જિલ્લામાંથી ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી પાવર ગ્રીડની કે અન્ય કોઈપણ કંપનીની વીજ લાઈન પસાર થતી હોય તો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો વળતર નહીં ચૂકવવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.હળવદ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કચ્છના લાકડીયાથી લઈને અમદાવાદ સુધી જતી 765 કેવીની પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર થઈ રહી છે અને તે કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી જેથી કરીને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવે છે.

રજૂઆતો કરવામાં આવે છેતેમ છતાં પણ ખેડૂતોની વાતને સાંભળીને ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી જેથી કરીને આજે હળવદ તાલુકાના ધુળકોટ ગામે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ન માત્ર મોરબી જિલ્લાના હળવદ અને માળિયા પરંતુ ગુજરાતના જુદા જુદા 14 જિલ્લાઓમાંથી ખેડૂત આગ્રણીઓ અને ખેડુતો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં ખેડૂતોને કોઈપણ વીજ લાઈન પસાર થતી હોય તો પૂરતું વળતર મળે તેના માટે થઈને આંદોલન શરૂૂ કરવા માટેની તૈયારી ખેડૂત આગેવાનોએ દર્શાવી હતી.


મોરબી, બનાસકાંઠા, અમદાવાદ,પાટણ, કચ્છ,ભુજ, સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ખેડૂતોને વીજ લાઈન પસાર થતી હોય ત્યાં પૂરતું વળતર મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે અને તેઓને જે મળવાપાત્ર વળતર હોય છે તે રકમમાં વધારો કરવામાં આવતો નથી જેથી કરીને ખેડૂતોમાં વીજ કંપની સામે તેમજ સરકાર સામે ભારોભાર આક્રોશની લાગણી છે તેના જ માટે થઈને આજે હળવદના ધુળકોટ ગામે ખેડૂત સંમેલન યોજાયું હતું તેમાં અંદાજે 500 થી વધારે ખેડૂત અને ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા કરવામાં આવેલા વખતો વખતના પરિપત્ર અને આદેશનું અર્થઘટન અધિકારીઓ કંપનીને લાભ થાય તે રીતે કરતા હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને પૂરતું વળતર અધિકારીઓએ તેમના ખિસ્સામાંથી નથી આપવાનુ તેમ છતાં પણ ખેડૂતોને પૂરતું વળતર મળે તે પ્રકારે નિર્ણય શા માટે નથી લેવામાં આવતો તે પણ એક સો મણનો સવાલ છે.

હાલમાં ખેડૂતો દ્વારા જે સંમેલનનું આયોજન ધુળકોટ ગામે કરવામાં આવ્યું હતું તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ખેડૂતોને વીજ લાઈન કંપની તરફથી પુરતુ વળતર ચૂકવવામાં નહીં આવે તો વીજ કંપનીના કામને આગળ વધતું અટકાવવામાં આવશે અને અંત સુધી લડી લેવાની ખેડૂતોની તૈયારી છે ત્યારે સ્થાનિક અધિકારીઓથી લઈને સરકાર સુધી તમામ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે તેવી લાગણી ખેડૂત આગેવાનો તથા હળવદમાં એકત્રિત થયેલા ખેડૂતોએ વ્યક્ત કરી છે.

Continue Reading

ગુજરાત

મોરબીમાં મચ્છુ-3 ડેમમાં વિસર્જન કરનાર સામે જાહેરનામા ભંગની ફરિયાદ

Published

on

By

સમગ્ર દેશમાં તેમ જ રાજ્યમાં ગણેશ સ્થાપના બાદ હાલ ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્ય છે ત્યારે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ હોય જે જાહેરનામાનો ભંગ કરી મોરબી મચ્છુ -03 ડેમમાં ગણેશ વિસર્જન કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનસના પીલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી અરવિંદભાઈ છગનભાઇ બારૈયા રહે. 402 રાઘવ એપાર્ટમેન્ટ, સુદર્શન પાર્ક, રામકો બંગ્લો પાસે કેનાલ રોડ મોરબીવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે સીધ્ધી વિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજકો આરોપી અરવિંદભાઈ બારૈયાને ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્બારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનુ વિસર્જન કરવાનુ હોવાની તેમજ મોરબી જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતુ હોવાનુ જાણતા હોવા છતા તે જગ્યાએ ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તથા આરોગ્ય ને નુકશાન થાય તેવુ કૃત્ય જાણી જોઈને કરી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિંધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય9 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ10 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય10 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending