શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢે એકલાવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ઓમનગર 40 ફુટ રોડ પર રહેતાં દીપકભાઈ કરસનભાઇ લાઠીયા (ઉ.વ.50) નામના પ્રૌઢે તા. 13/6ના રોજ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.અહિ આજે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એકલવાયુ જીવન જીવતા હતાં અને બે ભાઈમાં નાના હતાં. દીપકભાઇ દવા પી ગયા ત્યારે પાડોશીએ દીપકભાઇના ભત્રીજાને જાણ કરતાં તેમણે સારવાર માટે ખસેડયા હતાં. એકલાવાયા જીવનને કારણે આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
