શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળમા સર્વોદય સોસાયટીમા રહેતી પરણીતાએ સંતાનોના તોફાનોથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા આવેલી સર્વોદય સોસાયટીમા રહેતી જશુબેન ચંદ્રપ્રકાશભાઇ (ઉ.વ. 3પ) પોતાના ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાય હતી. પ્રાથમીક પુછપરછમા તેણીના પતિ હયાત નથી અને બંને પુત્ર રૂપીયા વાપરી નાખતા હોવાથી કંટાળી જઇ ફીનાઇલ પીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા બનાવમા રતનપર ગામે રહેતી ભુમીકાબેન સાગરભાઇ મહેતા નામની ર8 વર્ષની પરણીતાએ મગજ ભમતા લીકવીડ પી લીધુ હતુ. તેણીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.