સાસરિયાના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઈલ પી લીધું, પૂર્વ કોર્પોરેટરે ધમકાવ્યાનો આરોપ

શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતાં યુવાને પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને સાસરીયા પક્ષ તેડી ગયા બાદ છુટાછેડા માટે સસરા, સાળો અને પૂર્વ કોર્પોરેટર…

શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતાં યુવાને પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને સાસરીયા પક્ષ તેડી ગયા બાદ છુટાછેડા માટે સસરા, સાળો અને પૂર્વ કોર્પોરેટર ધાક-ધમકી આપતાં હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પી લેનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલ ખોડલધામ સોસાયટીમાં રહેતાં રવિ નારણભાઈ ડાંગર નામનો 25 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં ખોખડદળ નજીક હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં રવિ ડાંગરે એકાદ વર્ષ પૂર્વે માનસીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં અને છેલ્લા 15 દિવસથી માનસીબેનને તેનો પરિવાર માવતરે તેડી ગયો હતો. બાદમાં સસરા પ્રભાતભાઈ ડવ અને સાળો કરન ડવ છુટાછેડા માટે દબાણ કરી ધાક ધમકી આપતાં હોવાનું અને પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ રાજકીય દબાણથી ખોટી ફરિયાદો કરાવતાં હોવાનો રવિ ડાંગરે આક્ષેપ કરી વિડિયો વાયરલ કર્યો છે. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *