ગુજરાતમાં ટાઇગર મુરતિયો તૈયાર, દુલ્હનની કેન્દ્ર સરકાર પાસે માંગ

ગુજરાતના રતનમહાલના જંગલમાં સવા વર્ષથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે. આ વાઘ ગુજરાતમાં જ રહે અને વાઘની વસતી વધે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો…

ગુજરાતના રતનમહાલના જંગલમાં સવા વર્ષથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે. આ વાઘ ગુજરાતમાં જ રહે અને વાઘની વસતી વધે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ પૂર્વે સાસણમાં યોજાયેલી પ્રિ ઈવેન્ટમાં રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આગવા અંદાજમાં કેન્દ્રીય વનમંત્રી પાસે વાઘણની માગ કરી હતી. માઢવાડિયાએ કહ્યું હતું કે, અમારે દુલ્હાના રૂૂપમાં વાઘણ તૈયાર છે, દુલ્હનનો ઈંતજાર છે. આ પહેલા પણ ગુજરાતના વનવિભાગ દ્વારા નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA)ને જાણ કરી એક વાઘણની માગ કરવામાં આવી છે. ત્યારે ગઝઈઅ પણ આ વિસ્તારમાં વાઘ-વાઘણનું નેચરલ એલાયન્સ શક્ય બને તે માટે પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ પૂર્વે સાસણમાં યોજાઈ રહેલી પ્રિઈવેન્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દુલ્હારૂૂપે વાઘ તૈયાર છે. અમારે વાઘણનો ઈંતજાર છે. માઢવાડિયા દ્વારા વધુમાં જણાવ્યું કે, મધ્યપ્રદેશ અને રતનમમહાલના જંગલ નજીક હોય રતનમહાલમાં રહેતા વાઘ સાથે કોઈ વાઘણનું નેચરલ એલાયન્સ થાય તે માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. રતનમહાલમાં વાઘનું રહેઠાણ થાય તે માટે વાઈલ્ડલાઈફના નિષ્ણાંતો દ્વારા અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના રતનમહાલ અભ્યારણ્યમાં છેલ્લા 14 મહિનાથી એક વાઘે વસવાટ કર્યો છે. ગુજરાત વનવિભાગની ટીમ સતત તેનું મોનિટરીંગ કરી રહી છે અને ખોરાક માટેની જરુરી વ્યવસ્થા પણ કરી રહી છે. આગામી દિવસોમાં વાઘ અહીં કાયમી વસવાટ કરે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાત વનવિભાગ દ્વારા નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA)ને પણ જાણ કરવામાં આવી છે. ગઝઈઅ હવે રતનમહાલમાં વાઘની વસતી વધારવા માટે એક વાઘણ મોકલવાની શક્યતાઓ પર કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *