વડોદરામાં ભારત-ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ 16 મિનિટમાં પૂરી

11 વર્ષ બાદ યોજાઇ રહી છે આંતરરાષ્ટ્રીય મેચ 11 વર્ષના લાંબા વિરામ બાદ વડોદરામાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે…

11 વર્ષ બાદ યોજાઇ રહી છે આંતરરાષ્ટ્રીય મેચ

11 વર્ષના લાંબા વિરામ બાદ વડોદરામાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાવાની હોવાથી શહેરમાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની એક મહત્વપૂર્ણ મેચ આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચને લઈને ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂૂ થતાં જ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે.

ટિકિટ વેચાણ શરૂૂ થયાના માત્ર 16 મિનિટમાં જ 1000, 2000, 5000 અને 7500 રૂૂપિયાની કેટેગરીની કુલ અંદાજે 25 હજાર ટિકિટો વેચાઈ જતાં આયોજકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટિકિટ માટે દર્શકોમાં ભારે માંગ જોવા મળી, જેના કારણે ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ પર થોડી જ વારમાં લોગિન અને બુકિંગ માટે લાઈનો લાગી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *