રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ

રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ…

રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ ચોરીના ગુન્હાના ભેદ ઉકેલી નાખ્યા છે.
રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર દેવાંશીબેન ગોહેલ સહીત બે વ્યક્તિના મોબાઈલ ચોરી થયા હોય જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલે ગોંડલ પોલીસે ગોંડલની નંદીનીબેન ભરતભાઇ કિશોરભાઇ ચાવડા, ગોંડલ બાલાશ્રમ મેઇટ ગેઇટ સામે રહેતી રેખાબેન સાગરભાઇ ઉર્ફે જાદવભાઇ રામજીભાઈ મકવાણા અને ગોંડલ સરકારી દવાખાના સામે રહેતી કાજલબેન રજનીભાઇ નાથભાઇ મકવાણાની ધરપકડ કરી હતી.જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ,ગોંડલ વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્વાજની સુચના અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઈ એ.સી.ડામોર સાથે દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, ભાવેશભાઇ સાસીયા, હરેશભાઇ લુણી, રણજીતભાઇ બોરડ, મહિલા પો.કોન્સ. અંકિતાબેન સોલંકીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *