ભાવનગરમાં સગા ત્રણ ભાઇ-બહેન દરિયામાં તણાયા, બેનાં મોત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે રહેતા કોળીજાદવ પરિવાર ના સગા ત્રણ ભાઈ બહેન જેમાં બે બહેન અને એકભાઈ આજે બપોરે 11 વાગ્યાના સુમારે…

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે રહેતા કોળીજાદવ પરિવાર ના સગા ત્રણ ભાઈ બહેન જેમાં બે બહેન અને એકભાઈ આજે બપોરે 11 વાગ્યાના સુમારે પાડોશીઓ સાથે દરિયે ન્હાવાગયા હતા.આ સમયે નાના ભાઈ બહેન 12 વર્ષની ઉંમર ની મોટી બહેન ની નઝર સામેજ દરિયાના મોજામાં તણાવા લાગતા તેમને બચાવવા મોટી બહેનપણ કૂદીહતી.તેપણ તણાવા લાગી હતી.

કુદરત ને મોટી બહેન પાણીનો ભોગબને તે જાણે મંજુર ન હોય તેથી અહીં ઉપસ્થિત માછીમારો નું ધ્યાનજતા તેમને બચાવી લેવાય હતી.નાના ભાઈ બહેન ના મૃત્યુ થતા ગમગીની છવાઈહતી. સરતાનપર ગામે રહેતા ખાળીયાખોદવા ની મજૂરી કામ કરી પરિવાર નો નિર્વાહ ચલાવતા રમેશ ટેકાભાઈ જાદવ ના ત્રણ સંતાનો જેમાં બે દીકરી રાજશ્રી,વૌશાલીઅને એક દીકરો આયુષ પડોશીઓ સાથે દરિયામાં ન્હાવાગયા હતા.આ સમયે નાના ભાઈ બહેન આયુષ અને શિવાની બંને દરિયાના પાણીમા ગરકાવ થવા લાગ્યા હતા.મોટી બહેન રાજશ્રી ની નઝર જતા તે પોતાનાથી નાના ભાઈ બહેન ને બચાવવા જતા તે પણ પાણીમા ગરકાવ થવાલાગી હતી.તે બાબત ની જાણ આસપાસ કામ કરતા માછીમારો ને થતા તેઓએ ડૂબતી રાજશ્રી ને બહાર કાઢી તાત્કાલિક તળાજા ની સદવિચાર હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપતા બચીગઈ હતી.

ગામના સેવાભાવી શાંતિભાઈ બાંભણીયા સ્થળપર દોડીગયા હતા.તેઓ એ જણાવ્યું હતુ કે બંને ભાઈ બહેન ડૂબ્યાના વાવડ એ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ પોતાની હોડીઓ દ્વારા બચાવ કામગીરી શરૂૂકરી હતી.તળાજા ફાયર રેસ્ક્યુ ટીમને મળતા રેસ્ક્યુ ટીમ દ્વારા આધુનિક ઇકવિપમેન્ટ સાથે પહોંચી ગયેલ.સૌના સહિયારા પ્રયાસ થી દોઢેક કલાકમા પાણીમા ગરકાવ ભુકલાઓને શોધવામાં સફળતા મળીહતી.મારતીગાડીએ તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે આયુષ ઉ.વ.6 અને શિવાની ઉ.વ.5 ને મૃત્યુ પામેલ જાહેરકર્યા હતા.

હતભાગી રમેશભાઇ જાદવ એ જણાવ્યું હતુ કે પોતાની પત્ની વૈશાલીબેન ચારેક વર્ષ પહેલાં ત્રણેય સંતાનો ને મૂકીને આમળા ગામના પુરુષ સાથેભાગી ગયેલ છે.અહીં પોતાના લગ્ન થતા ન હોય મહારાષ્ટ્ર ની યુવતી સાથે પરણ્યો હતો..મજૂરી કામ કરી સાંજે જે કાંઈ રૂૂપિયા મળે તેનાથી સંતાનો અને વૃદ્ધ માતા પિતા નું ગુજરાન ચાલતુંહતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *