ખોખળદળ અને આસપાસના વિસ્તારમાં 20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લાના ખોખળદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટમાં પોણા થી એક ઈંચ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો…

રાજકોટ જિલ્લાના ખોખળદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટમાં પોણા થી એક ઈંચ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, જોકે રાજકોટ ગ્રામ્યમાં હજુ પણ મોસમના વરસાદની મોટી ઘટ પ્રવર્તી રહી છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી છે. રાજકોટ તાલુકાના ખોખળદળ તેમજ તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મન મૂકીને વરસાદ વરસ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટના ટૂંકા સમયગાળામાં જ પોણા થી એક ઈંચ જેટલો ખાબકેલા વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ અચાનક આવેલા આ સાર્વત્રિક વરસાદના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ વ્યાપી ગયો છે.

ઊભા પાકને જીવનદાન મળતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ધાર્યા મુજબનો વરસાદ ન થવાના કારણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ મોસમનો સરેરાશ વરસાદ થવામાં મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *