વાહન અથડાવી પૈસા પડાવતી ટોળકીના ત્રણ શખ્સો ઝડપાયા

  જામનગરમાં જાણી જોઈને વાહ ટકરાવી ને વાહન ચાલક ને ધાક ધમકી આપીને પૈસા પડાવી અથવા તો લૂંટ ચલાવનાર ટોળકી ના ત્રણ શખ્સો ને જામનગર…

 

જામનગરમાં જાણી જોઈને વાહ ટકરાવી ને વાહન ચાલક ને ધાક ધમકી આપીને પૈસા પડાવી અથવા તો લૂંટ ચલાવનાર ટોળકી ના ત્રણ શખ્સો ને જામનગર પોલીસે ઝડપી પાડ્યા છે.

જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટાફે સંયુકત રીતે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે બાતમી મળી હતી કે ગત તા.09/03/2025 ના દિવસે ન ફરીયાદી કિરણભાઈ સુરેશભાઈ ઝાલા પોતાનું એકટીવા લઈ ને કામ સબબ નવા નાગના ગામ મા જતા હતા.ત્યારે રસ્તામાં સ્મશાન ચોકડી થી આગળ વ્હોરા ના હજીરા પહેલા આવેલ પુલ પાસે પહોંચેલ હતા તેવામાં ફરી ના એકટીવા મો.સા.ને આઓપીઓએ ભટકાડી ફરી.ના શર્ટમાંથી રૂૂ.1500 ની લુંટ ચલાવી હતી.

જે.અંગે ની ફરિયાદ માં આધારે લુંટ નો ગુન્હામાં આરોપી રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા (ઉ.વ.19 રહે-નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી ટાવરની બાજુ વાળી શેરી જામનગર) તથા મહેન્દ્રસિંહ ઉર્ફે મહાવીરસિંહ કનુભા ગોહીલ ( ઉ.વ.33 રહે-નવાગામ ઘેડ, બાપુનગર શેરી નં-03 જામનગર ) તથા વિશાલ ઉર્ફે વીડી રાયમલભાઈ લોલડીયા ( ઉ.વ.21 રહે,ખંડ-ખડ નગર હનુમાન ની ડેરી ની બાજુમાં,જામનગર) સંડોવાયેલ છે .

જેઓ ત્રણ ઇસમોને પૈકી બે સુભાષ બ્રિઝ નજીક નદીના પટમાથી તથા એક ઇસમને જી.જી.હોસ્પીટલ નજીક થી પકડી પાડી તેઓ વિરૂૂધ્ધ પી.એસ.આઈ. ડી.જી.રાજ એ કાયદેસરની કાર્યવાહી કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂૂપીયા .રૂૂ. 1,000 તથા ગુનામાં વપરાયેલ એકસેસ સ્કૂટર. કબ્જે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *