વર્લ્ડ ટીમ ટેબલ ચેમ્પિયનશિપમાં કમાલ
લંડનમાં શરૂૂ થયેલી વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ગઇકાલે ભારતના પુરુષોની ટીમે ટ્યુનિશિયાની ટીમને 3-0થી કચડી નાખી હતી અને ભારતને આ જ્વલંત વિજય ત્રણ ગુજરાતી ખેલાડીઓએ અપાવ્યો હતો. માનુષ શાહ, માનવ ઠક્કર અને હરમીત દેસાઈએ ભારત વતી ઇંગ્લેન્ડમાં આ પરાક્રમ કરી બતાવ્યું હતું.
મહિલાઓના વર્ગમાં ભારતને વોકઓવર મળી હતી.
યુગાન્ડાની ટીમ મેચ માટે સમયસર ન આવતાં ભારતની મહિલા ટીમને 3-0થી વિજેતા ઘોષિત કરાઈ હતી. પુરુષોની કેટેગરીમાં ટ્યૂનિશિયા સામે ભારતને પ્રથમ મેચમાં વિજય અપાવ્યો હતો માનુષ શાહે. તેણે એસિદ વાસિમને 3-1થી (11-5, 9-11, 11-3, 11-5) હરાવ્યો હતો. ત્યાર બાદ વિશ્વમાં 38મી રેન્ક ધરાવતા માનવ ઠક્કરે યોસેફ એઇદલીને 11-3, 11-3, 11-3થી પરાજિત કર્યો હતો. આ મુકાબલો વન-સાઇડેડ રહ્યો હતો અને ત્યાર બાદ પણ ભારતનો વિજયરથ અટક્યો નહોતો. હરમતી દેસાઈએ અબુબાકર બોરાસને 11-5, 11-4, 11-8ના સ્કોર સાથે આસાનીથી હરાવી દીધો હતો.
