ગોંડલના ગોમટા ગામે રહેતા અને વિંછીયા માર્કેટયાર્ડ ખાતેની પેઢી ધરાવતા માર્કેટ યાર્ડના એજન્ટના બેંક એકાઉન્ટને હેક કરી રૂૂ.19.99 લાખની છેતરપિંડી મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઈમની ટીમે ઉના અને રાજકોટના 2 મળી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂૂ.7.44 લાખની રોકડ કબજે કરી હતી.
મળતી વિગોત મુજબ ગોંડલના ગોમટા ગામે રહેતા અને વિંછીયા માર્કેટયાર્ડ ખાતેની પેઢી ધરાવતા ખુરબાન વાગાભાઈ ડામરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, રાજકોટના રાજપુતપુરા મેઇન રોડ ઉપર ખોડીયા 2 ચેમ્બરમાં ત્રીજો માળે ઓમ એન્ટરપ્રાઈઝ, ઓફિસ નં. 325 ધરાવતા અને .પી.એમ.સી. વિંછીયા ખાતેની પેઢી સાથે નાણાકીય વ્ય વહાર કરું છું તથા કૃષિ ઉત્પાદનોની લે-વેચમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરે છે. તેમનો પરિવાર મધ્ય પ્રદેશ રાજ્ય ખાતે રહે છે. તેનું રાજકોટની ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક મહાત્મા ગાંધી મ્યુઝિયમ સામેની બ્રાન્ચ, રાજકોટ ખાતે એકાઉન્ટ ધરાવે છે.ગઈ તા. 05/03/2026 ના રોજ મારી પેઢીમાં કામ કરતા ગોંડલના વિમલભાઈ ચંદુંભાઈ કાથરોટીયાને ઉપરોક્ત બેંકમાં અન્ય પેઢીને ચુકવણી કરવા માટે આરટીજીએસ કરવા મોકલેલ હતા. તે સમયે બેંક દ્વા રા તેમને જણાવવામાં આવ્યું હતું કે તમારા ખાતામાં પૂરતું બેલેન્સ નથી અને હાલમાં કુલ રૂૂ. 19,99,400/- ના ત્રણ અ લગ અલગ ટ્રાન્ઝેક્શન થયેલ છે. આ વાતની જાણ મને થતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.
જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 318(4), 61(2) તથા આઈ.ટી. એક્ટ ની કલમ 43, 66 અને 66(ઈ) મુજબ ફરીયાદ નોંધાયેલ હતી. ખુરબાન ભાઈના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે નેટ બેન્કિંગ દ્વારા પ્રવેશ મેળવી તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેક્શન દ્વારા કુલ રૂૂ. 19,99,400 ની રકમ ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી. આ ગુનાની તપાસ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા માનવ ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ગીર સોમનાથના ઉનાના- રુશી ટોયા સોસાયટીમાં રહેતા વિનોદભાઈ તારાચંદ ભોજવાણી, નવો 150 ફૂટ રીંગ રોડ, હોટલ રોયલ રીટ્રીટ પાછળ, વર્ધમાન નગર, રાજકોટ રહેતા યશભાઈ પ્રફુલભાઈ જાદવ અને બાપુનગર, આંબલિયા એજ ઝોન વારી શેરી, સરકારી ક્વાર્ટર, રાજકોટ રહેતા
મહમ્મદદાનિશ મોહમ્મદસિદ્દિક સિપાઈની ધરપકડ કરી હતી. તેમની પાસેથી તથા ગુનામાં સંકળાયેલ નાણાંમાંથી થી 1 પ્રારંભિક તબક્કામાં કુલ રૂૂ. 7,44,400 ની રીકવરી કરવામાં આવેલ છે. આ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપી વિનોદભાઈ તારાચંદ ભોજવાણી ના બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા થયેલ હતા અને તે નાણા ઉપાડી અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા. આરોપી યશભાઈ પ્રફુલભાઈ જાદવ દ્વારા સહઆરોપી સાથે મળીને ફ્રોડના નાણા એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરવામાં આવેલ હતી અને બદલામાં કમિશન મેળવેલ હતું.
આરોપી મહમ્મદદાનિશ મોહમ્મદસિદિક સિપાઈ આ ફ્રોડના નાણાંની લેવડદેવડમાં સંકળાયેલ હતો તથા તેને ફ્રોડના નાણામાંથી ભાગ મળેલ હોવાનું તપાસ દરમ્યાન સામે આવેલ છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક,ડીસીપી ક્રાઇમ જગદિશ બાંગરવા,એસીપી સી.એમ.પટેલની સુચના હેઠળ સાયબર ક્રાઈમના પી.આઈ એમ.એ.ઝણકાત, એ.એસ.આઈ. વિ.એન.કુછડીયા, ડી.આર.બાબરીયા, એચ.એસ.જાડેજા, દીલીપભાઈ કુમરખાણીયા,ભાવેશભાઈ શીરોડીયા , વિશાલભાઈ દેશાણી તથા સાયબર ક્રાઇમની ટીમ દ્વાર કામગીરી કરી હતી.
