આવતીકાલથી ગુજરાતની સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મીની વેકેશન શરૂૂ થશે. મોહરર્મ (મોહરમ)ની જાહેર રજાને કારણે આવતીકાલે શુક્રવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. ત્યારબાદ શનિવારે ચોથા શનિવારની રજા અને રવિવારની સાપ્તાહિક રજા હોવાથી સળંગ ત્રણ દિવસ કર્મચારીઓને આરામ મળશે.
સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલી 2026ની જાહેર રજાઓની યાદી અનુસાર, 26 જૂન 2026, શુક્રવારે મુહર્મની રજા જાહેર કરવામાં આવી છે. આ તહેવારને લગતી રજા સરકારી કર્મચારીઓ તેમજ બેંકો માટે પણ લાગુ પડશે. આ ત્રણ દિવસીય વેકેશનનો લાભ લઈને અનેક કર્મચારીઓ પરિવાર સાથે ટૂંકી મુસાફરી અથવા આરામના પ્લાન બનાવી રહ્યા છે.
