મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ અને ઉપરવાસની સતત આવકને કારણે વાંકાનેરનો મહાકાય મચ્છુ 1 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેના જળ મચ્છુ 2 ડેમમાં આવતા મચ્છુ 2 ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે મોરબી જીલ્લાના ત્રણ ડેમો 100 ટકા ભરાઈ ગયા છે તેમજ ત્રણ ડેમ 90 ટકાથી 97 ટકા સુધી ભરાઈ ગયા છે.
મોરબી જીલ્લામાં કુલ 10 ડેમ આવેલા છે જેમાં મચ્છુ 1 ડેમ, ડેમી 2 ડેમ અને ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ગયા છે ત્રણ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તેમજ મચ્છુ 2 ડેમ 88.59 ટકા, ડેમી 1 ડેમ 51.09 ટકા, બંગાવડી ડેમ 59.41 ટકા, બ્રાહ્મણી ડેમ 97.89 ટકા, બ્રાહ્મણી 2 ડેમ 57.32 ટકા, મચ્છુ 3 ડેમ 85.11 ટકા અને ડેમી 3 ડેમ 3.44 ટકા ભરાઈ ગયો છે ત્રણ ડેમ ભરાઈ જતા તેમજ મચ્છુ 2 ડેમ અને મચ્છુ 3 ડેમ ઓવરફલો થવાની નજીક હોવાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારમાં અને નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું છે.
ડૂબી જતાં યુવકનું મોત
જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા 27 વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. મુજબ મોરબીના સોરીસો સિરામિક લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સાહિલ મહમદ અલીભાઈ ખાન (ઉ.વ.27) નામના યુવાનનું જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
