સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા

ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ,…

ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ, સોહિલ ઠકકર નામના ઇસમોની અટકાયત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદ્દસ્ય તેમજ મહિલા ચેરમેનના પતિ નટુભાઈ(નટુજી) પથુભાઈ ઈલોરીયાને ગત સપ્ટેમ્બર 2024થી ફેબુ્રઆરી 2025 દરમિયાન માલતી નામની યુવતીએ અવાર-નવાર મોબાઈલ ફોનમાં વાતો કરી અલગ-અલગ યુવતીઓની તસવીરો વોટસએપમાં મોકલી હતી.

જે વીડિયો યુવતીએ ઈમરાન તેમજ દશરથભાઈ ભલાભાઈ પટેલને આપી ફરિયાદીને ભરત ઠક્કર નામના વ્યક્તિ સાથે ટેલીફોનીક વાત કરાવી રૂૂ.10 લાખની ખંડણી માંગી હતી અને જો આ રકમ આપવામાં નહીંં આવે તો ફરિયાદીને બદનામ કરી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ટ્રેપમાં ફસાવી ગુનો આચર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *