વેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયા

માતાની દવા માટે પૈસાની જરૂર હોવાનું કહી સોનાના બદલે ધાતુની માળા વેંચી 80 હજારની છેતરપિંડિ કરેલ વેરાવળ પોલીસે સોનાની માળાને બદલે ધાતુની માળા આપી રોકડા…

માતાની દવા માટે પૈસાની જરૂર હોવાનું કહી સોનાના બદલે ધાતુની માળા વેંચી 80 હજારની છેતરપિંડિ કરેલ

વેરાવળ પોલીસે સોનાની માળાને બદલે ધાતુની માળા આપી રોકડા રૂૂા.80 હજારની છેતરપીંડી આચરનાર ટોળકીના ત્રણ શખ્સોને ચોકકસ બાતમીના આધારે પકડી પાડેલ હતા.જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી બનાવો બનતા અટકાવવા અને આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ગત તા.06/05/2025 ના વેરાવળ રેલ્વે સ્ટેશન પાસે આવેલ વીમાર્ટ મોલ પાસેની ગલીમા સવારે નવેક વાગ્યાના સમયમાં ત્રણ અજાણ્યા શખ્સો એક સોના જેવી દેખાતી ધાતુની માળા સોનાની હોવાની કહી રૂૂા.80,000 મા વેરાવળના રહીશ મંજુબેન નામની મહીલાને પોતાની માતા દવાખાને દાખલ હોય જેથી રૂૂપીયાની જરૂૂરીયાત હોય તેમ કહી એક લાખ રૂૂપીયામા વેંહચી નાખવી છે.

આમ જણાવેલ જેથી મંજૂબેન દ્વારા રૂૂા.80 હજારની વ્યાવસ્થા થયેલ હોય તેથી જો માળા આપવી હોય તો જણાવો તેમ કહેતા આરોપીઓએ સોનાની ખોટી માળા આપી રૂૂા.80 હજારની છેતરપીંડી કરી ત્રણ શખ્સો નાશી ગયેલ ત્યારબાદ મંજૂબેન સોની પાસે ખાત્રી કરાવતા સદર માળા ખોટી હોવાનું જણાતા વેરાવળના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પી.આઇ. એચ.આર.ગોસ્વામી, પો.સબ.ઇન્સ આર આર.રાયજાદા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. વજુભાઇ ચાવડા, હરેશભાઇ ચુડાસમા, પો.હેડ.કોન્સ. અનિરુધ્ધસીંહ રાયજાદા, સુનિલભાઇ સોલંકી, પ્રદીપસિંહ ખેર, પો.કોન્સ અશોકભાઇ મોરી, કલ્પેશ વાઢેર, નદિમભાઇ બ્લોચ, રવિકુમાર ગોહીલ સહીતના સ્ટાફે નેત્રમ શાખાના ટેકનીકલ સવેલન્સ તથા સંયુકતમાં બાતમીરાહે ઉપરોકત ત્રણેય શખ્સો ફરીથી આવો કોઇ ગુન્હો આચરવાના ઇરાદાથી બજારોમાં આટાં-ફેરા કરતા હોય અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હોવાની તથા તેમાંથી એક વ્યકિત જે મોટી ઉમરનો છે.

એ બનાવ વખતે પહેરેલ સફેદ જેવા કલરનુ લીટીવાળુ શર્ટ પહેરેલ તે બાતમીના આધારે રેલ્વે સ્ટેશન હનુમાન મંદીર પાસેથી છેતરપીંડી આચરનાર ટોળકી તથા છેતરપીંડીમા ગયેલ રોકડ રકમ સાથે (1) રૂૂડારામ ગંગારામ વાઘેલા રહે.જુનાગઢ મજેવડી દરવાજા ગીરનાર રોડ મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસની બાજુમા (2) નાનજી પ્રભુભાઇ સોલંકી રહે.જુનાગઢ ખામધ્રોળ રોડ 66 કે.વી.સબ સ્ટેશન પાસે તા.જુનાગઢ (3) અમૃત ત્રિકમભાઈ સોલંકી રહે.જુનાગઢ મજેવડી દરવાજા ગીરનારરોડ મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસની બાજુમા વાળાને રોકડા રૂૂા.80,000 સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *