જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પોલ ખુલતી જાય છે, અને માત્ર 24 કલાકના સમયગાળામાં જ વિજ આંચકાના કારણે ત્રણ પશુધનના મૃત્યુ થયા છે. ગઈકાલે રણજીત સાગર રોડ પર જશોદાનથ સોસાયટીમાં ગાયના મૃત્યુ તેમ જ જડેશ્વર ચોકડી પાસે એક ગાયના મૃત્યુ ના બનાવ બાદ ગઈકાલે મોડી રાત્રે પટેલ કોલોની વિસ્તારમાં પણ એક પશુધનનું મૃત્યુ થયું છે.પટેલ કોલોની શેરી નંબર 6માં એક વીઇ પોલમાંથી એક આંખલાને વિજ આંચકો લાગવાથી સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે. માત્ર ચોવીસ કલાકમાં ત્રણ પશુધને વિજ આંચકાથી જીવ ખોયા છે. જેને લઈને જીવદયા પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહયો છે.
વીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોત
જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પોલ ખુલતી જાય છે, અને માત્ર 24 કલાકના સમયગાળામાં જ વિજ આંચકાના કારણે ત્રણ પશુધનના મૃત્યુ થયા છે.…
