મોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મોરબીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના…

રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મોરબીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જોકે બોમ્બ સ્કોડની તપાસમાં કઈ વાંધાજનક મળ્યું ન હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઇમાં ધમકી મળી છે. 1:10 વાગ્યે બોમ્બ ફૂટશે તેવો મેઈલ મળ્યો હતો. 12 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇઉજ (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ)ને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ અંદાજે 5 મિનિટમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. એ ડિવિઝન અને એસઓજીના 6 પીએસઆઈ સહિત 20થી વધુ પોલીસ જવાનોનો કાફલો તુરંત પોસ્ટ ઓફિસે ખડકાઈ ગયો હતો.

ગ્રાહકોને અને કર્મચારીઓને સલામતીના ભાગરૂૂપે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ટીમ પણ 12:30 વાગ્યા આસપાસ પહોંચી હતી. જો કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ છેક 1:30 વાગ્યા આસપાસ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા આખી પોસ્ટ ઓફિસ કચેરીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે, તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આખરે સુરક્ષાની ખાતરી થતાં પોલીસે પોસ્ટ ઓફિસના સ્ટાફને અંદર જવાની પરવાનગી આપી હતી અને પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ કરી શરૂૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *