ભારત સહિતના દેશો પર 100% ટેરિફની તલવાર હટી: ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતના દેશોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો…

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતના દેશોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો અટકાવી દીધો છે. ટ્રમ્પે શુક્રવારે આ નિર્ણય સાથે જોડાયેલા આદેશ પર હસ્તાક્ષર કર્યા અને કહ્યું કે આ પગલું અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે. આ પગલાથી ભારત પર સંભવિત અમેરિકી ટેરિફનો ખતરો હાલ પૂરતો ટળી શકે છે.

શુક્રવારે મોડી રાત્રે જાહેર કરાયેલા કારોબારી આદેશમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય યુએસના “રાષ્ટ્રીય હિત” (National Interest) માં લેવામાં આવ્યો છે. “હું ‘ગ્રેહામ એક્ટ’ હેઠળ દર્શાવવામાં આવેલા પ્રતિબંધો, નિયંત્રણો અને જકાતોની અમલવારીમાંથી મુક્તિ આપું છું. મેં કોંગ્રેસને એ સર્ટિફિકેશન સુપ્રત કર્યું છે કે આ સમયે આ પ્રકારની છૂટ આપવી એ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતમાં છે.”

આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદી શકાયો હોત.

રશિયા પર પ્રતિબંધો સંબંધિત કાયદાનો હેતુ તેની આવકના માર્ગો બંધ કરવાનો હતો, જેથી યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધ માટે તેને નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી પડે. ખાસ વાત એ છે કે ટ્રમ્પે 9 ઓક્ટોબરે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ડીઝલ ખરીદવાની ડીલ કરી હતી.

ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદનારા બિલ (લિન્ડસે ગ્રેહામ એક્ટ) પર 18 સપ્ટેમ્બર 2026ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. 16 સપ્ટેમ્બરે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે તેને 262-159 મતોથી મંજૂરી આપી હતી.

રશિયા પાસેથી સૌથી વધુ કાચું તેલ ખરીદતા 5 દેશોની અમેરિકન યાદીમાં ચીન, ભારત, સ્લોવાકિયા ઉપરાંત હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થતો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *