PoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલી

આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા, પાક. વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચાર અને રાજકીય કાર્યકરોની…

આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા, પાક. વિરૂધ્ધ સૂત્રોચ્ચાર

પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચાર અને રાજકીય કાર્યકરોની ધરપકડ સામે બ્રિટનમાં વસતા હજારો કાશ્મીરીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. લંડનની ધરતી પર પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ એક વિશાળ ’લંડન કાશ્મીર મિલિયન માર્ચ’ યોજાઇ હતી. હજારો પ્રદર્શનકારીઓએ પાર્લામેન્ટ સ્ક્વેરથી શરૂૂ કરીને પાકિસ્તાની હાઈ કમિશન સુધી વિરોધ માર્ચ કાઢીને પાકિસ્તાન વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા.

અને આ ઐતિહાસિક માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ના પ્રમુખ શૌકત નવાઝ મીર સહિતના અગ્રણી નેતાઓની ધરપકડની આકરી નિંદા કરી હતી.

જમ્મુ-કાશ્મીર નેશનલ ઇન્ડિપેન્ડન્સ એલાયન્સ ના ચેરમેન મહમૂદ કાશ્મીરીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે વિશ્વભરના કાશ્મીરીઓ પાકિસ્તાની ફોર્સના ઝુલમ અને અન્યાય વિરૂૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. અમે કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન સામે ઘૂંટણ નહીં ટેકીએ અને આ અત્યાચાર સામે આંદોલન ચાલુ રાખીશું.

બીજી તરફ, જેલના સળિયા પાછળ ધકેલાયેલા JAACના અગ્રણી સભ્ય સરદાર અમન ખાને જેલમાંથી એક વીડિયો સંદેશ જાહેર કરીને ભારત અને ખાસ કરીને શ્રીનગર, જમ્મુ, લદ્દાખ અને કારગિલના નાગરિકોને પણ આ આંદોલનમાં સમર્થન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનાથી PoJK માં પોતાના બુનિયાદી હકો માગવા બદલ નિર્દોષ લોકો પર સૈન્ય આક્રમકતા અને નરસંહાર ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન દ્વારા જનઆંદોલનને દબાવવા માટે લેવાઈ રહેલા આ અમાનવીય પગલાંની હવે વૈશ્વિક સ્તરે થૂ-થૂ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *