રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની યાદી મુજબ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને મહાનગરપાલિકામાં વોર્ડ પ્રમુખ અને શહેર કોંગ્રેસના માળખાને આખરી ઓપ આપવા માટે આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજકોટ શહેર મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત થયેલા શહેરના પ્રભારીઓ દ્વારા વોર્ડના દરેક વિસ્તારોમાં મુલાકાત લઇ વોર્ડના દરેક કાર્યકરો આગેવાનો પૂર્વ કોર્પોરેટરો અને પ્રદેશના હોદ્દેદારો એ શહેરના હોદ્દેદારોના અભિપ્રાયો મેળવી શહેરના તમામ વોર્ડમાં આગામી 10 પહેલા માળખું જાહેર કરી દેવામાં આવશે.
આજરોજ રાજકોટમાં પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા, પી. એમ. ખૈની, જીવણભાઈ કુંભારવાડીયા, પ્રગતિબેન આહીર, હિતેન્દ્રભાઈ પીઠડીયા, વિમલભાઈ ચુડાસમા દ્વારા વોર્ડ વાઇઝ સંગઠન માટે દરેક ઉમેદવારોના બાયોડેટા અને તેઓને રૂૂબરૂૂમાં સાંભળીને અભિપ્રાય લઈ શહેર કોંગ્રેસ પ્રમુખના અભિપ્રાય લઈ આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં રિપોર્ટિંગ કરશે જેના પગલે ટૂંકા સમયમાં દરેક વોર્ડમાં નવા વોર્ડ પ્રમુખોની વરણી થઈ જશે.
આજરોજ રાજકોટમાં વોર્ડ નંબર 4,5,6,7,8, અને 12માં પ્રભારીઓની જુદા જુદા વોર્ડમાં ઉપસ્થિત રહેશે. વોર્ડ નંબર આઠમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય 41 જાગનાથ ખાતે સવારે 11:30 થી 1:30 સુધી કાર્યકરોને આગેવાનોને સાંભળશે અન્ય વોર્ડમાં જુદા જુદા સ્થળોએ કાર્યકરોને સાંભળી અને જે કાંઈ વ્યાજબી સૂચનો હશે તેનુ અમલીકરણ માટે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે. ખાસ કરીને જે વોડે પ્રમુખો પાંચ વર્ષથી ઉપર થી સેવા આપી રહ્યા હોય તે વોર્ડના પ્રમુખોને જરૂૂર જણાયે બદલવામાં આવશે તેમજ યુવાનોને અને વોર્ડના જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં લઈને શૈક્ષણિક લાયકાત અને સામાજિક સેવાકીય અને કોંગ્રેસના કાર્યક્રમમાં જેઓની હાજરી હશે તેઓને અગ્રીમતા અપાશે. વોર્ડ પ્રમુખ, શહેર સંગઠનમાં ફ્રન્ટલ સેલમા પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નિમણુક માટે પ્રભારી ઓ બાયોડેટા અંગેનું એક પ્રદેશ કક્ષાએથી જે ફોર્મ અપાયું છે તે ફોર્મ આપશે અને તે જે કોઈ આગેવાનો કાર્યકરોને શહેર અથવા વોર્ડમાં નવા હોદ્દેદારો માટે ફોર્મ ભરવું ફરજિયાત રહેશે બાયોડેટા માં રહેલી ઉમેદવારોની વિગતો ને ધ્યાનમાં લઇ ઉમેદવારોને નિયુક્ત કરવામાં આવશે.
