શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમ

શ્રાવણ શુદ પુનમ ને શનીવાર તા.9 ઓગસ્ટના આ દિવસે શ્રવણ નક્ષત્ર બપોરે 2.24 શ્રવણ નક્ષત્ર છે આ નક્ષત્ર મા જનોઈ બદલાવી રાખડી બાંધવી શુભ ગણાય…

શ્રાવણ શુદ પુનમ ને શનીવાર તા.9 ઓગસ્ટના આ દિવસે શ્રવણ નક્ષત્ર બપોરે 2.24 શ્રવણ નક્ષત્ર છે આ નક્ષત્ર મા જનોઈ બદલાવી રાખડી બાંધવી શુભ ગણાય છે તે ઉપરાંત સૌભાગ્ય નામનો યોગ આ દિવસે રાત્રીના 2.15 સુધી છે. આ યોગમાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે તો ભાઈના આરોગ્ય અને આયુષ્યની રક્ષા થાય છે.
આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ નથી આથી આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ અને ઉત્તમ છે રક્ષાબંધનની સાથે નાળયેરી પુનમ હપગ્રીવ જયંતિ તથા જનોઈ બદલાવાનો પણ દિવસ છે.આમ જોઈએ તે કોઈપણ કલરની રાખડી અથવા દોરા બાંધવો પણ શુભ ગણાય છે તે ઉપરાંત રૂૂદ્રાક્ષની રાખડી બધા લોકો માટે શુભ છે. (સંકલન શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્ન)

રાખડી બાંધવાના શુભ સમયની યાદી ચોઘડિયા પ્રમાણે
શુભ સવારે 8.00થી 9.38.
અભિજિત મુહૂર્ત બપોરે 12.27થી 1.19
બપોરે ચલ 12.52 2.29
બપોરે લાભ 2.29થી 4.07
સાંજે અમૃત 4.07થી 5.44
રાત્રે લાભ 7.21થી 8.44
સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ છે.

રાશી પ્રમાણે: કલરની રાખડી બાંધવી
મેષ રાશી (અ.લ.ઈ) લાલ રાખડી અથવા પીળી રાખડી
વૃષભ રાશી (બ.વ.ઉ.) ગુલાબી રાખડી
મિથુન રાશી (ક.છ.ધ) લીલી અથવા બ્લુ રાખડી
કર્ક રાશી (ડ.હ.) સફેદ રાખડી અથવા પીળી રાખડી
સિંહ રાશી (મ.ટ.) ગુલાબી રાખડી
ક્ધયા રાશી (પ.ઠ.ણ) લીલી અથવા બ્લુ રાખડી
તુલા રાશી (ર.ત.) બ્લુ અથવા બધા જ કલરની મીકસ રાખડી
વૃશ્ચિક રાશી (ન.ય.)લાલ રાખડી
ધન રાશી (ભ.ફ.ય.) કેશરી રાખડી
મકર રાશી (ખ.જ.) બ્લુ અથવા લીલી રાખડી
કુંભ રાશી (ગ.શ.સ.) બ્લુ અથવા લીલી રાખડી
મીન રાશી (દ.ચ.ઝ.થ) પીળી રાખડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *