આ સેફટી ગાર્ડથી તમારો જીવ બચી જશે : ટ્રાફિક શાખાએ અનેક વાહનોમાં ‘ગાર્ડ’ લગાવ્યા

  ઉતરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પતંગ રસીયાઓ પતંગ ચગાવવામા મશગુલ બની ગયા છે. તેમજ આ ઉતરાયણમા ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ…

 

ઉતરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પતંગ રસીયાઓ પતંગ ચગાવવામા મશગુલ બની ગયા છે. તેમજ આ ઉતરાયણમા ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે વાહનોમા સેફટી ગાર્ડ લગાવવામા આવે છે. રાજયમા સુરત અને અમદાવાદમા પોલીસે વાહનોમા લોકોના સેફટી માટે દોરીથી બચવા ગાર્ડ લગાવ્યા હતા. ત્યારે હવે રાજકોટ શહેર ટ્રાફીક શાખાના ડીસીપી પુજા યાદવના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિસ્તારોમા વાહન ચાલકોના ગળાની સેફટી માટે વાહનોમા ગાર્ડ લગાવવામા આવ્યા હતા.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *