માળિયા હાટીનામાં ઝેરી કેમિકલ પીવાથી સારવારમાં રહેલા ત્રીજા યુવાને દમ તોડયો

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં ત્રણ દિવસ પૂર્વે શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહી પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ…

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં ત્રણ દિવસ પૂર્વે શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહી પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ તમામ અસરગ્રસ્તો પૈકી હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહેલા યુવાન કમલેશ કરગઠીયાનું આજે સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.

આ ચકચારી ઘટના અંગે સામે આવેલા પ્રાથમિક તબીબી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવાનને કિડનીની ગંભીર બીમારી પણ હતી. કેમિકલયુક્ત પ્રવાહી પીવાના કારણે યુવાનના શરીરમાં ઝેરી અસર ફેલાઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં તંત્ર દ્વારા મામલાની ગંભીરતાને જોતાં મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને સચોટ કારણ સ્પષ્ટ થશે.આ પ્રકરણને લઈને જૂનાગઢના ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડગરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 31 મેના રોજ પાણીધ્રા ગામમાં ઘટેલી ઘટના સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈને ઘટનાસ્થળેથી શંકાસ્પદ કેમિકલ પદાર્થ કબજે કર્યો હતો.

આ પદાર્થને રાસાયણિક પરીક્ષણ માટે તાત્કાલિક એફ.એસ.એલ. (FSL) માં મોકલવામાં આવ્યો હતો. FSLના સત્તાવાર રિપોર્ટમાં આ પ્રવાહી પદાર્થની અંદર મિથેનોલની હાજરી શૂન્ય ટકા (0%) જોવા મળી છે, એટલે કે આ લિક્વિડમાં ઝેરી મિથેનોલ કેમિકલ સંપૂર્ણપણે ગેરહાજર સાબિત થયું છે. “સામાન્ય રીતે જેને આપણે લઠ્ઠાકાંડ કહીએ છીએ, તેમાં ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ એટલે કે મિથેનોલ નામના ઘાતક કેમિકલનો ઉપયોગ થતો હોય છે પરંતુ, આ કિસ્સામાં ફોરેન્સિક રિપોર્ટમાં મિથેનોલનું કોઈ પ્રમાણ મળ્યું નથી. વળી, આ પદાર્થનું સમાજમાં કોઈ મોટા પાયે ‘માસ ક્ધઝમ્પશન’ થયું નથી, માત્ર બે-ત્રણ લોકોની જ તબિયત બગડી હતી. આ તમામ પાસાઓને જોતા પોલીસ તંત્ર આ ઘટનાને લઠ્ઠાકાંડ ગણાવવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *