ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચી

ગોંડલની ડેપ્યુટી કલેક્ટર કચેરી માં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓ માં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દોડી આવી કચેરીનાં…

ગોંડલની ડેપ્યુટી કલેક્ટર કચેરી માં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓ માં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દોડી આવી કચેરીનાં ખુણે ખુણામાં સઘન ચેકિંગ કર્યુ હતુ.પણ ક્યાંય બોમ્બ મળી આવ્યાંના હોય કર્મચારીઓ એ હાશકારો અનુભવ્યો હતો.

ડેપ્યુટી કલેક્ટર રાહુલ ગમારા અને અન્ય અધિકારીઓ રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં હતા.દરમ્યાન કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષભાઈ વિરાણી રોજીંદા ક્રમ મુજબ ઈમેઈલ ચેક કરી રહ્યા હતા ત્યારે એક મેઈલ જોઈ ચોંકી ઉઠ્યા હતાં. મેઈલમાં લખ્યુ હતુ કે મદુરાઇ દરગાહને ખલેલ પંહોચાડતા નહી.3 સિલિકોન બોમ્બ મુક્યા છે.

શૈલેષભાઈ એ તુરંત ડેપ્યુટી કલેક્ટર ગમારાનું ધ્યાન દોરી તેમની સુચના મુજબ પોલીસ ને જાણ કરી હતી. અજાણ્યા ઈમેઈલ બાદ રાજકોટથી જઘૠ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. ધમકી ડેપ્યુટી કલેક્ટર કચેરીના સત્તાવાર મેઈલ આઈડી પર મોકલવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ ગોંડલ શહેર પોલીસનો કાફલો તાત્કાલિક કચેરીએ પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ બ્રાન્ચની ટીમો ગોંડલ દોડી આવી હતી.

રાજકોટ રૂૂરલ એસઓજી ની ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર બિલ્ડિંગનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.અને સુરક્ષાના કારણોસર કચેરીની આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો.પરંતુ કોઈ જગ્યાએ બોમ્બ નજરે પડ્યો ના હતો. આ મેઈલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી સઘન તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *