રોડ સેફટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતા અકસ્માતનો ભય વધ્યો
ઉપલેટા-નાગલખડા-નાનીમારડ રોડ ઉપર ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે અને આ વાહનોમાં ઉપર તાલપત્રી – પણ રાખવામાં આવતી નથી. ખુલ્લેઆમ રોડ સેફટીનો ભંગ કરી – બેરોકટોક રીતે ભારે વાહનો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે ત્યારે મોટા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, આમછતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
ઉપલેટા થી પાટણવાવ અને નાગલખડા-નાનીમારડ રોડ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રકો, ડમ્પરો અને કેરિયર રીક્ષાઓ દ્વારા રોડ સેફટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છું કેનાલ ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચાલી રહી હોવાથી મોટી માત્રામાં માટી ખસેડવામાં આવી રહી છે. આ દરમિયાન ટ્રકો અને ડમ્પરોમાં નિયમો વિરુદ્ધ ભારે ઓવરલોડ માટી ભરવામાં આવે છે. વાહનોના કેરિયરની પર બે થી ત્રણ ફૂટ જેટલી વધારાની માટી ભરાય છે અને ફરજિયાત હોવા છતાં તાલપત્રી ઢાંકવામાં આવતી નથી.
પરિણામે, રસ્તા પર દોડતા સમયે માટીના ઢેફા અને ધૂળ પાછળ આવતા વાહનો પર પડતા રહે છે, જેના કારણે મોટા અકસ્માતની શક્યતા વધી રહી છે. વધુમાં, ઘણા વાહનચાલકો દ્વારા ચાલતા વાહનમાં મોબાઈલ પર વાત કરવાની આદત પણ વધતી જોવા મળી રહી છે, જે જોખમને બમણું કરે છે. ઉપલેટાપાટણવાવ રોડ હાઈવે હોવાને કારણે અહીં દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે.
ત્યારે આવી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરી નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને તાલપત્રી વગર તેમજ ઓવરલોડ દોડતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છેઉપલેટા નાગલખડા હાઈવે પર બેફામ પણે ચાલતા ઓવરલોડ અને તાલપત્રી વિનાના વાહનો દોડી રહ્યા છે અને રોડ સેફટીનો ભંગ થતો હોઈ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
