રોડ પહોળો કરવા જમીન સામે જમીન આપવાની જોગવાઇ જ નથી! અત્યાર સુધી અંધેરનગરી જ ચાલી

રાજકોટમાં રસ્તા પહોળા કરવા માટે મનપા સતાની રૂૂએ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ જે તે રસ્તાને આવરી લેવામા આવે છે. અત્યાર સુધી જેટલા પણ રસ્તા…

રાજકોટમાં રસ્તા પહોળા કરવા માટે મનપા સતાની રૂૂએ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ જે તે રસ્તાને આવરી લેવામા આવે છે. અત્યાર સુધી જેટલા પણ રસ્તા પહોળા કરવામા આવ્યા છે ત્યા કપાતગ્રસ્ત આસામીને વળતરરૂૂપે ત્રણ વિકલ્પ આપવામા આવતા હતા. કાં તો જમીન સામે જમીન, કાં તો રોકડ વળતર અથવા તો એફ.એસ.આઇ.નો લાભ. આ ત્રણ વિકલ્પમાંથી જમીન સામે જમીન આપવાની કોઇ જોગવાઇ જ નથી. આવુ તો મે રાજકોટ આવીને જોયુ! આવુ આર્શ્યય આજે ખુલ મનપાના ટાઉન પ્લાનર અધિકારી પરમારે જનરલ બોર્ડની ભરી સભામાં વ્યક્ત કર્યુ હતુ.

ભાજપના નગરસેવક દિલીપ લુણાગરિયા બોર્ડમાં એવો સવાલ મુક્યો હતો કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કેટલા રસ્તા લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ લેવામા આવ્યા છે. તેમાથી કેટલા ડેવલપ થયા? તેનુ વિસ્તારવાઇઝ લિસ્ટ માગવામા આવ્યુ હતુ. આ સાથે કેટલાક પેટા સવાલો પણ મુકવામા આવ્યા છે.

ટીપીઓ પરમારે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં 44 રોડ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ લેવામા આવ્યા છે. તેમાથી 17 રોડમાં સંપાદન કરી રસ્તા પહોળા કરવામા આવ્યા છે. બે રોડમાં કોર્ટ પીટીશન ચાલે છે. દરમિયાન વળતર અંગેના સવાલમાં ટીપીઓએ કહ્યુ હતુ કે, કપાતગ્રસ્તોને કાં તો રોકડ વળતર અથવા તો કપાત બાદ વધેલી જગ્યામાં બાંધકામ માટે વધારાની એફ.એસ.આઇ.નો જ લાભ આપી શકાય છે. જમીન સામે જમીન આપવા જેવી કોઇ જોગવાઇ જ નથી.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કપાત સામે જમીન વળતરમાં આપવામા આવી હોય તેવા અનેક કિસ્સા છે. કોની મંજૂરીથી જમીનનો આવો વહીવટ થઇ ગયો છે એ સવાલ ઉઠી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *