ગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌર

અમૂક પ્રધાનોના પત્તા કપાશે, અમૂકને મહત્ત્વની જવાબદારી: રૂબરૂ બોલાવીને અપાતી સૂચના ગુજરાતમાં કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતાં ફરી…

અમૂક પ્રધાનોના પત્તા કપાશે, અમૂકને મહત્ત્વની જવાબદારી: રૂબરૂ બોલાવીને અપાતી સૂચના

ગુજરાતમાં કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતાં ફરી એક વખત સરકાર અને સંગઠનમાં ફેરફારની અટકળો વહેતી થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારમાંથી જે પ્રધાનોને રૂખસદ આપવાની છે તેમજ જે પ્રધાનોને મહત્વની જવાબદારી સોંપવાની છે તેમને દિલ્હીમાં રૂબરૂ બોલાવામાં આવી રહ્યા છે.

ભાજપમાં લાંબા સમયથી કંઈક નવાજૂની થાય તેની રાહ જોવાઈ રહી છે. મંત્રીમંડળમાં ફેરબદલની વાત હોય કે પછી પ્રદેશ પ્રમુખના નિમણૂંકની વાત હોય, બધું અટવાઈ પડ્યુ છે. ત્યારે હવે ગુજરાત ભાજપમાં ફરી એક વખત હલચલ દેખાઈ રહી છે.

ભાજપમાંથી નવા પ્રદેશ અધ્યક્ષ અને વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતો વધી છે. ગુજરાત ભાજપમાં કંઈક તો રંધાઈ રહ્યું હોવાની ચર્ચા છે. કારણ કે, અમદાવાદમાં અમિત શાહને સીએમ, આરોગ્ય મંત્રી મળ્યા હતા. તો દિલ્હીમાં બાવળિયા સાથે બેઠક કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોમવારે દિલ્હીમાં મુલાકાત કરીને આવ્યા. ત્યારે હવે પક્ષમાં ગણગણાટ શરૂૂ થઈ ગયો છે.

આમ તો, અમિત શાહ ગુજરાત પોતાનું ગૃહરાજ્ય હોવાથી અને ગાંધીનગર તેમનો મતવિસ્તાર હોવાથી નિયમિત ગુજરાત આવતા હોય છે. પરંતું આ વખતે અમિત શાહે બેક ટુ બેક કરેલી મીટિંગોથી નવાજૂની થવાના એંધાણ લાગી રહ્યાં છે. ગત શનિવાર અને રવિવારના બે દિવસની મુલાકાતમાં અમિત શાહે કેટલાક લોકો સાથે કરેલી મુલાકાત નવી ચર્ચા જગાવી રહી છે.

ગુજરાતમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ચાલી રહી છે. પરંતું તેનો કોઈ નિર્ણય આવતો નથી. કોને મંત્રી પદથી હટાવાશે અને કોને નવું મંત્રીપદ સોંપાશે તે મુદ્દે ચર્ચા થઈ હોય તેવું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. મનરેગા કૌભાંડને કારણે સરકારની છબી ખરડાઈ છે. ત્યારે બચુ ખાબડની વિદાય નક્કી હોય તેવું કહેવાય છે. બીજી તરફ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ એ મામલે પણ લટકતું ગાજર છે.આમ, અમિત શાહની મુલાકાતો અનેક સવાલો ઉભા કરી રહી છે. ત્યારે હાઈકમાન્ડ શું નિર્ણય કરે છે તેની રાહ જોવાઈ રહી છે.

હું વાતો કરવાવાળો નથી પણ અડધી રાતનો હોંકારો છું: પરસોત્તમ સોલંકીનો હુંકાર
રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ ભાવનગરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છું. તેમણે કહ્યું બધાને એમ થતું હશે કે પરસોત્તમભાઈ કેમ આવતા નથી, પરંતુ છેલ્લા બે મહિનાથી મારી તબિયત બહુ ખરાબ છે. પણ તમારા અડધી રાતનો હોંકારો એટલે આ પરસોત્તમ સોલંકી. ભલે હું બીમાર હોય કે ગમે તે હોય તમને કં ઈ પણ તકલીફ પડે તો હું તમારા માટે જ છું. વધુમાં તેમણે જણાવ્યું કે, તમને લાગે છે હું નકરી વાતો કરું છું, પણ એમાનુ એવુ કંઈ નથી. તમને બધાને ખબર છે કે, મને રાજકારણ આવડતું નથી અને હું કરતો પણ નથી. કુદરતે આપ્યું છે. 30 વર્ષથી ભાવનગરમાં ઉમેદવારી કરું તો આપણો સમાજ મને કોળીના દીકરા તરીકે જ જુએ છે. એ લોકોએ કોઈ રાજકારણ કે એવુ કંઈ જોયું નથી. આપણા સમાજને મે ક્યારેય દુ:ખી થવા નથી દીધો અને કોઈ આવશે તો હું એને કરવા પણ નહી દઉં. તમે એ બધી ચિંતા છોડી દેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *