ગવરીદડ મહિલા દૂધ ઉત્પાદન સંઘ મંડળીમાં થયેલી રૂ.1.40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટના ગવરીદડ ગામે મહિલા દૂધ સહકારી મંડળીમાં થયેલી રૂૂ.1.40 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દૂધ લેવા આવેલ શખ્સે ટેબલના ખાનામાં રોકડ જોતા રાતે…

રાજકોટના ગવરીદડ ગામે મહિલા દૂધ સહકારી મંડળીમાં થયેલી રૂૂ.1.40 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી દૂધ લેવા આવેલ શખ્સે ટેબલના ખાનામાં રોકડ જોતા રાતે ચોરી કર્યાનું ખુલ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગવરીદડ ગામના પટેલ પાર્ક પાસે મારુતી ડેરી વાળી શેરીમાં રહેતા અને ગામની સહકારી દૂધ મંડળીના પ્રમુખ સોનલબેનના પતિ હસમુખભાઈ હરજીભાઈ અજાણીએ ફરિયાદ નોંધાવી હતી. મંડળીનું કામકાજ સવારે સાડા છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલે છે. શનિવારે રાત્રે 10 વાગ્યે સુરેશ મંડળી બંધ કરીને જતા રહ્યા હતો બીજા દિવસે સવારે સાડા છ વાગ્યાની આસપાસ સુરેશ મંડળી પર પહોંચતા પાછળના દરવાજાનું શટર ખુલ્લું જોવા મળ્યું હતું. તપાસ કરતાં ટેબલના ડ્રોવરમાંથી પરચુરણ ખર્ચ માટે રાખેલા 25 હજાર તેમજ રોજિંદા વેચાણના અલગથી રાખેલા 1.40 લાખની ચોરી થઇ હતી આ ચોરીમાં કોઈ જાણ ભેદુ હોવાની શંકાએ ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂૂ હતો.

ક્રાઈમ બ્રાંચના કિશનભાઇ પાંભર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા અને મહાવિરસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે ગૌરીદળ ગામના રણછોડભાઇ દેવાભાઇ શિયાળ (ઉ.વ.33) ની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. દૂધ લેવા આવેલ શખ્સે ટેબલના ખાનામાં રોકડ જોતા રાતે ચોરી કર્યાનું ખુલ્યું હતું. રોકડ રૂૂ.1,40 લાખ કબજે કર્યા હતા. ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર,સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર,એસ.વી.ચુડાસમાની ટીમના જયદેવસિંહ આર.પરમાર, મહાવિરસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા , સંજયભાઇ અલગોતર, અરવિંદકુમાર ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *