મવડીમાં કપડાંની દુકાનમાંથી રોકડ અને મોબાઇલની ચોરી, તસ્કરની શોધખોળ

વેપારી ઘરેથી જમીને આવ્યા બાદ માલુમ પડયું કે દુકાનનું શટર ખુલ્લુ હતું અને ચોરી થઇ હતી શહેરનાં મવડી વિસ્તારમાં આવેલા આલાપ રોયલ પામ 3 ની…

વેપારી ઘરેથી જમીને આવ્યા બાદ માલુમ પડયું કે દુકાનનું શટર ખુલ્લુ હતું અને ચોરી થઇ હતી

શહેરનાં મવડી વિસ્તારમાં આવેલા આલાપ રોયલ પામ 3 ની સામે આવેલી કપડાની દુકાનમાંથી તસ્કરે રોકડ રૂ. 17700 અને એક મોબાઇલ મળી રૂ. 27700 નો મુદામાલ ચોરી કર્યાની ફરીયાદ વેપારીએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી આ મામલે પોલીસે તસ્કરને પકડવા તપાસ શરૂ કરી છે.


વધુ વિગતો મુજબ આલાપ પામ 3 માં રહેતા દિવ્યેશભાઇ લાલજીભાઇ સરધારા નામના વેપારીએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોતે એ. કે. ફેશન નામની બાળકોના કપડાની દુકાન ઘરની સામે ધરાવે છે તેઓ ગઇકાલે સવારના સમયે રૂટીન કામકાજ પર દુકાને ગયા હતા તેમજ તેમની દુકાનના ગલ્લામાં રૂ. 17700 હતા તેમજ એક એપલ કંપનીનો મોબાઇલ મળી કુલ રૂ. 27700 નો મુદામાલ ગલ્લામાં પડયો હતો આ ઘટનામાં તેઓ બપોરના સમયે દુકાનનુ શટર પાડી ઘરે જમવા ગયા હતા ત્યારબાદ બપોરના 3 વાગ્યે જમીને પરત પાછા આવ્યા ત્યારે જાણવા મળ્યુ કે દુકાનનો દરવાજો ખુલ્લો હતો અને અંદર તપાસ કરતા ચોરી થયાનુ જાણવા મળ્યુ હતુ જેથી તેઓએ 100 નંબરમાં ફોન કરી પોલીસને બનાવની જાણ કરી હતી આ ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે તસ્કરને પકડવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *