કોટડા સાંગાણી પંથકમાં એક સાથે 9 વાડીમાં ચોરી

વાવણી પૂર્વે ખેડૂતોના કેબલ વાયર ચોરી થતા પોલીસ તપાસ કોટડાસાંગાણી સોળીયા રોડ ઉપર એક સાથે નવ ખેડુતોની વાડીમાંથી આસરે 600 મીટર જેઓ કેબલ વાયરની ચોરી…

વાવણી પૂર્વે ખેડૂતોના કેબલ વાયર ચોરી થતા પોલીસ તપાસ

કોટડાસાંગાણી સોળીયા રોડ ઉપર એક સાથે નવ ખેડુતોની વાડીમાંથી આસરે 600 મીટર જેઓ કેબલ વાયરની ચોરી કરવામાં થયેલ કેબલ વાયરની આસરે રૂૂપિયા 50000 પચાસ હજાર કીમતનો કેબલ વાયરની ચોરી થઇ હોય ખેડૂતોને એકબાજુ કમોસમી વરસાદ અને એક બાજુ ચોરી ખેડૂતોને પડીયા પર પાટું જેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતોની વાડી ખેતરોમાંથી એકસાથે 9 ખેડૂતોની વાડીમાંથી ચોરી કરવામાં આવી છે જે ખેડુતોની વાડીમાથી કેબલ વાયરની એક સાથે નવ વાડીમાંથી આસરે રૂૂપિયા 50000 હજાર કીમતનો કેબલ ચોરી કરી હતી જે વાયર મીટર 600 મીટર જેવો વાયર જે ખેડૂતો વાડીમાંથી ચોરી થયેલ અને સોળીયા હનુમાન મંદિરે પણ વાયર અને મોટર ની ચોરી કરેલ જે હનુમાનજીનું મંદિર બે વખત ચોરી થયેલ અને જે હનુમાનજી મંદિરના મહંત ટનાટન બાપુયે જણાવ્યું મોટરનો ડાર 600 ફુટ ઉંડો છે તેમાંથી મોટર અને કેબલ વાયર 900 નવસો ફુટ જેવા ચોરી કરવામાં આવેલ છે અને બીજો કેબલ વાયર 200 ફુટ જેવા વાયર ચોરી કરવામાં આવી હતી અને તેની કીમત રૂૂપિયા આસરે 20000 વીસ હજાર જેવી રકમની હનુમાનજી મંદિરે પણ ચોરી કરવામાં આવી છે જે ચોરી ની જાણકારી પોલીસને કરવામા આવી હતી પણ જે ચોરી કરતાને એ પણ ખેડૂતોની વીજળી પુરવઠો દીવસ પારી હોયછે જે ખેડૂતો દીરસ પારી વીજળી પુરવઠો વારો હોયછે દીવસ ના ખેડૂતો વાડી હોયછે પણ રાત્રે વીજળી પુરવઠો નહો તેવું ચોરી કરતાને જાણ હોય છે.

કોટડા સાંગાણીના વજુભાઈ મોહનભાઈ ભુત તેમજ જગદીશભાઈ ધીરૂૂભાઇ ભુત, હરસુખભાઈ મોહનભાઈ સોજીત્રા, જગદીશભાઈ ધનજીભાઈ સાવલીયા, વિપુલ હંસરાજભાઈ ભુત, રમણી મગનભાઈ ભુત, છગનભાઇ ડાયાભાઈ લુણાગરીયા, રમેશભાઈ અરજણભાઇ ભુત, મનસુખભાઈ બચુભાઈ ભુતની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેબલની ચોરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *