લોકો પાઈલોટ્સની સતર્કતાથી નવ માસમાં 103 સિંહના જીવન બચ્યા

ગુજરાતમાં લોકોમોટિવ પાઇલોટ્સ અને રાજ્યના વન વિભાગે એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં 103 એશિયાટિક સિંહોના જીવન બચાવ્યા છે. તેમાંથી 85ને સતર્ક લોકો પાઇલોટ્સ દ્વારા બચાવી લેવામાં…

ગુજરાતમાં લોકોમોટિવ પાઇલોટ્સ અને રાજ્યના વન વિભાગે એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં 103 એશિયાટિક સિંહોના જીવન બચાવ્યા છે. તેમાંથી 85ને સતર્ક લોકો પાઇલોટ્સ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા જેમણે અકસ્માતોને રોકવા માટે ટ્રેનોને અટકાવી હતી, જ્યારે વન વિભાગે 18ને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડીને બચાવવામાં મદદ કરી હતી. ખાસ કરીને રાજુલા જંકશન, પીપાવાવ બંદર અને સાવરકુંડલા જેવા વિસ્તારોમાં વન્યજીવ સંરક્ષણની વધતી જતી જાગૃતિ દર્શાવે છે.

17 જૂન, 2024ના રોજ, પીપાવાવ-સાવરકુંડલા રૂૂટ પરના એક લોકો પાયલટે ટ્રેકની નજીક 10 સિંહો જોયા અને તરત જ ટ્રેન રોકી દીધી. એ જ રીતે, 5 જુલાઈ, 2024 ના રોજ, રાજુલા-પીપાવાવ સ્ટ્રેચ પર જ્યારે પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી અને વન અધિકારીઓ સાથે સંકલન કર્યું ત્યારે ચાર સિંહોને બચાવી લેવાયા. 24 ઓગસ્ટ, 2024ના રોજ અન્ય એક ગંભીર બચાવ થયો હતો, જ્યારે પાંચ સિંહો રાજુલા-પીપાવાવ લાઇન પર પાટા ઓળંગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ટ્રેનને સમયસર રોકી દેવામાં આવી હતી.

ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછા 12 સિંહો ટ્રેન દ્વારા માર્યા ગયા છે, જેમાં જુલાઈ 2023 થી જાન્યુઆરી 2024 વચ્ચે સાત સિંહનો સમાવેશ થાય છે. આ મૃત્યુ મુખ્યત્વે ગીર જંગલ અને શેત્રુંજી વન્યજીવ વિભાગને આવરી લેતા અમરેલી જિલ્લામાં થયા છે.

ઉપલબ્ધ ડેટા સૂચવે છે કે એકલા જુલાઈ 2023 થી અત્યાર સુધીમાં આઠ સિંહોના મૃત્યુ થયા છે. વન વિભાગ સિંહોની વસ્તીમાં થયેલા વધારા અને એવા કિસ્સાઓ છે કે જ્યાં લોકો પાઇલોટ આવા અકસ્માતોને રોકવા માટે રચાયેલ ઓપરેશનલ દિશાનિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *