‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશે

સની દેઓલ હવે બટવારા 1947માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સનીનો દીકરો કરણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર…

સની દેઓલ હવે બટવારા 1947માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સનીનો દીકરો કરણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મ 14 ઑગસ્ટે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મના નિર્માતાઓ હવે બટવારા 1947 માટે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રમોશનલ અભિયાન શરૂૂ કરવા જઈ રહ્યા છે.

બટવારા 1947ના પ્રમોશન માટે સમગ્ર ટીમ દેશનાં 12 મોટાં શહેરોની મુલાકાત લેશે. ખાસ વાત એ છે કે ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એક ફિલ્મના પ્રમોશન માટે આટલા મોટા પાયે 12 શહેરોમાં પ્રમોશનલ ટૂર યોજવામાં આવી રહી છે. બટવારા 1947માં સની દેઓલ, શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ફિલ્મનું સંગીત એ. આર. રહમાને આપ્યું છે, જ્યારે ગીતો જાવેદ અખ્તરે લખ્યાં છે.

આ વિશેષ આયોજન ત્રણ અઠવાડિયાં સુધી ચાલશે. એની શરૂૂઆત 24 જુલાઈથી દામિની સાથે થશે. ત્યાર બાદ 31 જુલાઈએ ઘાતક રીરિલીઝ થશે અને 7 ઑગસ્ટે ઘાયલ ફરી સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. આ ખાસ ઉજવણીનું સમાપન ઘાયલની રીરિલીઝ સાથે થશે. આ પછી 14 ઑગસ્ટે સની અને રાજકુમાર સંતોષીની લેટેસ્ટ ફિલ્મ બટવારા 1947 રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *