સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા : માંડવિયા

ઉપલેટા ખાતે 46 કરોડના વિકાસ પ્રકલ્પોનું મનસુખ માંડવિયાના હસ્તે ઈ-ખાતમુહૂર્ત ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા…

ઉપલેટા ખાતે 46 કરોડના વિકાસ પ્રકલ્પોનું મનસુખ માંડવિયાના હસ્તે ઈ-ખાતમુહૂર્ત

ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા અને ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉપલેટા શહેર ખાતે રૂૂ. 4651.44 લાખના ખર્ચે થનારા વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીએ જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂૂ. 612.23 લાખના ખર્ચે નિર્માણ પામનારા ઉપલેટા મહેસુલ સેવા સદન તથા જૂનાગઢ એસ.ટી. ડેપો હેઠળ અંતર્ગત રૂૂ. 780.88 લાખના ખર્ચે બનનારા ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમજ જૂનાગઢ એસ.ટી. ડેપો હેઠળ અંતર્ગત રૂૂ. 809.08 લાખના ખર્ચે નિર્માણ પામનારા ધોરાજી બસ સ્ટેશન અને રૂૂ. 2449.25 લાખના ખર્ચે ઉપલેટા – પાટણવાવ રોડ પર રિવર બ્રિજના રીક્ધસ્ટ્રક્શનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ વખતે રાજકોટ જિલ્લામાં બે દિવસના પ્રવાસ દરમિયાન અંદાજે રૂૂ. 50 કરોડથી વધુ વિકાસકામોના શિલાન્યાસ-લોકાર્પણ થયા છે, જે દર્શાવે છે કે ઉપલેટાધોરાજી વિસ્તાર પ્રગતિના પંથે છે. ગુજરાત સરકારના જનપ્રતિનિધિઓ અને જાહેર સેવકો જનતાની સેવા માટે સમર્પિત છે. પ્રજાના વિશ્વાસને અકબંધ રાખવા સરકાર જવાબદારીપૂર્વક ફરજ નિભાવી રહી છે. સરકારના વિકાસ પ્રકલ્પોનો સરવાળો એટલે જનતાની સેવા, સુખાકારી અને સુવિધા. ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ઉદ્બોધન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર જનહિતાર્થે વિવિધ વિકાસ કાર્યો કરવા પ્રયાસશીલ છે, જેનો ઉપલેટાધોરાજી પંથકની પ્રજાને પણ અનુભવ થયો છે. સૌના વિકાસના ધ્યેય સાથે સરકાર કામ રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ વિસ્તારની પ્રગતિ થતી રહેશે. વી. પી. ઘેટીયા હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પ્રાંત અધિકારી એન. એમ. તરખાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ અગ્રણી ચંદુભાઈ ભીંભાએ આભારવિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉપલેટા અને ધોરાજીમાં બનનારા નવીન બસ સ્ટેશન આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેમાં વેઇટિંગ હોલ, કેન્ટીન, બેબી ફીડિંગ રૂૂમ, રેસ્ટ રૂૂમ, શૌચાલય સહિતની સગવડ હશે. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન હુંબલ, ઉપલેટા મામલતદાર એન. એચ. મહેતા, સી.આર.સી. કોઓર્ડીનેટર પ્રવીણભાઈ ગજેરા, અગ્રણીઓ રેખાબેન સિણોજીયા, જયેશભાઈ ત્રિવેદી સહિત અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ધોરાજી-મોટી મારડ ખાતે સેવા સેતુ યોજાયો
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવાસેતુ, મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ મોટી મારડમાં 3500 વૃક્ષોના વાવેતર માટે દાન આપનારા દાતાઓને બિરદાવ્યા હતા. અને વ્યસન મુક્તિ માટે ગોઠવેલી પ્રદર્શની માટે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. આજે સેવાસેતુની સાથે પંચાયત, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂૂ. 63 લાખના 23 વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત તથા રૂૂ. 62 લાખના 23 કામોનું ઈ-લોકાર્પણ કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. આ અવસરે સેવાસેતુના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય સહાય, હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રામ પંચાયતોમાં 80થી 100 ટકા કર વસૂલાત કરનારા સરપંચો, તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી મારડમાં સદભાવના વૃદ્ધાશ્રમ અને દાતાઓના સહયોગથી ગામ પાસે શાંતિવનના નિર્માણ માટે 3500 વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી તથા મહાનુભાવોએ આજે વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત નસ્ત્રસુજલામ સુફલામ્ યોજનાસ્ત્રસ્ત્ર હેઠળ ગામના સુખનાથ મહાદેવ મંદિર પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો શુભારંભ કરાવાયો હતો. ઉપરાંત નસ્ત્રકેચ ધ રેઇનસ્ત્રસ્ત્ર અભિયાન હેઠળ પી.જી.વી.સી.એલ.ના ફંડમાંથી બનાવાયેલો બોર તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટક- રાજકોટના નવનિર્મિત ઉપકેન્દ્ર (પેટા પશુ દવાખાના)નું કેન્દ્રીય મંત્રીએ લોકાર્પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *