રાજ્યનું ધોરણ-10નું 83.86 ટકા પરિણામ

ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ સાથે ટોચ પર, દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 % જ્યારે ગુજરાતી…

ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ સાથે ટોચ પર, દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ

અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 % જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% આવ્યું: રાજ્યમાં A1 ગ્રેડ મેળવનાર 35508 વિદ્યાર્થીઓ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર દ્વારા પણ પરિણામ જાણી શકશે. ધોરણ 10માં આ વર્ષે 9 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા.

ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે ધોરણ 10નું નિયમિત પરીક્ષાર્થીઓનું કૂલ પરિણામ 83.86% આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ધયાઓએ મેદાન માર્યું છે. ક્ધયાઓનું પરિણામ 88.28% રહ્યું છે જ્યારે કુમારોના 80.12% પરિણામ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 % જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% આવ્યું હતું. ગત વર્ષ કરતા અ1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ વધ્યા હતા. બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો 88.11 ટકા પરિણામ નોંધાયું છે જ્યારે રાજકોટ શહેરનું પરિણામ 89.19 ટકા નોંધાયું છે જે ગત 2025 કરતા 0.95 ટકા વધુ છે. વર્ષ 2025 ની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનું પરિણામ 88.24 ટકા નોંધાયું હતું.

ધો. 10 બોર્ડની પરીક્ષા સમગ્ર રાજયના 1006 કેન્દ્રોમાં લેવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74 ટકા પરિણામ મેળવી સૌથી છેલ્લે રહ્યું હતું. આ વર્ષે કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યભરમાં 1,697 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે.

માધ્યમવાર પરિણામની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 92.50% પરિણામ સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે. ધોરણ-10 એસ એસસી પરીક્ષાના પરિણામમાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ જાહેર થયા છે. તેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ તેમજ 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અનુત્તીર્ણ વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે ગુજરાત બોર્ડ દ્વારા જૂન-2026માં ’Best of Two’ પદ્ધતિ હેઠળ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફરીથી બેસીને પોતાના ગુણ સુધારી શકશે. બોર્ડ દ્વારા જૂન માસમાં પરીક્ષાનું પુન: આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ બગાડ્યા વગર આગળ વધવાની તક મળી શકે.

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે વર્ષ 26-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત પણ કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી તા.8 થી 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પુરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 21 થી 26 જુલાઈ સુધી ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાશે. ધો.10ના પરીણામની વાત કરવામાં આવે તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. જ્યારે નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન 26માં બેસ્ટ ઓફ ટુ પધ્ધતિ સાથે પૂરક પરીક્ષા યોજાશે.

ગ્રેડવાઇઝ સિદ્ધિ
મેળવનાર છાત્રો
A1-35508
A2- 90863
B1- 122184
B2- 148215
C1- 146647
C2- 83621
D- 7278

51 કેદીઓએ આપી બોર્ડ પરીક્ષા
રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 61 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાંથી 51 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ 80 ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી. આ ઉપરાંત વોકેશનલ 17 વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. જયારે 50 ગુણનું પ્રેક્ટિકલ સમગ્ર શિક્ષા દ્વારા અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે-તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

ધોરણ 10મા કુમારીઓએ માર્યું મેદાન, 88.28% પરિણામ
ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ફરી એક વખત વિદ્યાર્થીનીઓએ પરીક્ષાના પરિણામમાં મેદાનમાં રહ્યું છે હાલ ગુજરાત બોર્ડ દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તેમાં 88.28% પરીણામ કુમારીઓનું આવ્યું છે જ્યારે કુમારનું પરિણામ 80.12% આવ્યું છે

સીસીટીવી આધારે ગેરરીતિના કેસ
દરેક પરીક્ષામાં ખાસ સ્થાનિક પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા એ વાતની તકેદારી રાખવામાં આવતી હોય છે કે ગેરરીતીના કેસ ખુબ ઓછા નોંધાય પરંતુ આ વખતે 233 કેસ નોંધાયા છે. જે માટે ખાસ વિશેષ તકેદારી શિક્ષણ વિભાગ દ્વારા આગામી બોર્ડ પરીક્ષામાં રાખવામાં આવશે તે માટેનું માઇક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવશે તેવું શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો કહી રહ્યા છે.

100 ટકા પરિણામ મેળવતી 1697 શાળા
ધોરણ 10 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં સો ટકા પરિણામ ધરાવતી 1697 શાળામાં નોંધાય છે. જેમાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 39 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *