ગુજરાત સરકાર દ્વારા 39 મામલતદારની બદલી કરવામાં આવી છે, મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 39 અધિકારીઓની તાત્કાલિક બદલીનો આદેશ કરાયો છે. જેમાં રાજકોટ કલેક્ટર કચેરીના PRO, જમીન સંપાદન મામલતદાર, ધોરાજી, લીલીયા, મોરબી અને દ્વારકા સહિતના મામલતદારોની બદલી કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ આ તમામ અધિકારીઓને તેમના હાલના કાર્યસ્થળ પરથી તાત્કાલિક અસરથી બદલી કરીને તેમના નામ સામે દર્શાવેલ નવા સ્થળે નિમણૂક કરવામાં આવી છે. આ બદલીના આદેશોનો હેતુ વહીવટી નિયંત્રણ જાળવવાનો અને રાજ્યભરમાં મહેસૂલી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે.

