ટ્રમ્પના માથે ટેરિફનું ભૂત સવાર: હવે કેનેડાની આયાત પર 34% ડ્યૂટી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક મોટો નિર્ણય લેતા કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવાની જાહેરાત કરી છે. આ ડ્યુટી 1…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક મોટો નિર્ણય લેતા કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવાની જાહેરાત કરી છે. આ ડ્યુટી 1 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે અને અમેરિકામાં પ્રવેશતા તમામ કેનેડિયન ઉત્પાદનો પર લાગુ થશે. ટ્રમ્પે આ નિર્ણયને કેનેડાના બદલાની કાર્યવાહી અને અન્યાયી વેપાર વર્તનના પ્રતિભાવ તરીકે વર્ણવ્યો છે.

ટ્રમ્પે તેમના સત્તાવાર પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેનેડા અમેરિકામાં ફેન્ટાનાઇલ જેવી ખતરનાક દવાઓનો પુરવઠો રોકવામાં નિષ્ફળ ગયું છે. તેને અમેરિકન સમાજ માટે ગંભીર ખતરો ગણાવતા તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા તેની સુરક્ષા અને અર્થતંત્રને પ્રાથમિકતા આપે.

ટ્રમ્પે એક પત્રમાં લખ્યું હતું કે, જેમ તમે જાણો છો, અમેરિકાએ અગાઉ દેશમાં ફેલાતા ફેન્ટાનાઇલ સંકટને નિયંત્રિત કરવા માટે ટેરિફ લાદ્યા હતા. આ સંકટ અંશત: કેનેડાની નિષ્ફળતાને કારણે વકરી ગયું હતું.થ તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ કેનેડિયન કંપની આ ડ્યુટી ટાળવા માટે ત્રીજા દેશ (ટ્રાન્સશિપમેન્ટ) દ્વારા ઉત્પાદન મોકલે છે તો તેના પર પણ આ ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો કેનેડા અમેરિકાના આ ટેરિફનો જવાબ તેના ઉત્પાદનો પર ડ્યુટી વધારીને આપશે તો અમેરિકા તેના પ્રતિભાવ જેટલો જ વધુ ટેરિફ લાદશે. તેમણે લખ્યું હતું કે, જો તમે કોઈપણ કારણોસર ટેરિફ વધારશો, તો તમે જેટલી ટકાવારી વધારશો, અમે તેના પર 35 ટકા ઉમેરી દઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *