ધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાત

કેન્સરની બીમારીથી પગલું ભર્યું: પરિવારમાં શોક જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી…

કેન્સરની બીમારીથી પગલું ભર્યું: પરિવારમાં શોક

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારી ના કારણે તેઓએ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.47) એ આજે વહેલી સવારે પોતાની વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવ અંગે મૃતક સરપંચના નાનાભાઈ ધીરજભાઈ નરશીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોર તેમની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાંથી જાણવા મળ્યા અનુસાર મૃતકને તાજેતરમાં કેન્સરની બીમારી ડિટેકટ થઈ હતી. જેના કારણે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને બીજલકા ગામમાં ભારે ચાર જાગી છે, અને મૃતક ના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *