જામનગર મહાનગરપાલિકાનું મેયરના હોદ્દા માટે રોટેશન જાહેર થયું
ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન જહેર થયું છે. જેમાં જામનગર મહાનગર પાલિકામાં આગામી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર રહેશે અને બાકીના અઢી વર્ષ માટે સામાન્ય વર્ગના ઉમેદવારને મેયર બનાવવામાં આવશે. આ નિર્ણય સાથે જામનગરમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થશે અને શહેરના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધશે તેવી આશા સેવાઈ રહી છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1947માં સુધારા સંદર્ભે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
આ નોટિફિકેશન અનુસાર, જામનગર સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન મુંજબ વ્યવસ્થા કરવામાં આવી છે.આ નિર્ણયથી શહેરના વિકાસમાં સમાવેશી અભિગમ અપનાવવામાં આવશે અને વિવિધ વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળશે.જામનગર મહાનગરપાલિકામાં આ નિર્ણયને લઈને અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે.
મહિલાઓએ આ નિર્ણયને આવકાર્ય ગણાવ્યો છે અને શહેરના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે. સામાજિક કાર્યકરોનું માનવું છે કે આ નિર્ણયથી શહેરના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધશે અને શહેરના વિકાસના નવા આયામો ખૂલશે.