જામનગરમાં ભુજીયા કોઠાથી ખંભાળિયા નાકા સુધીનો માર્ગ ત્રણ દિવસ બંધ રહેશે

જામનગરમાં તળાવની પાળે ભુજીયા કોઠાથી ખંભાળિયા નાકા સુધીનો માર્ગ તારીખ 6 થી ત્રણ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવા માટેનું મહાનગર પાલિકાના કમિશનર દ્વારા…

જામનગરમાં તળાવની પાળે ભુજીયા કોઠાથી ખંભાળિયા નાકા સુધીનો માર્ગ તારીખ 6 થી ત્રણ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવા માટેનું મહાનગર પાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે વૈકલ્પ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી એ જાહેર નોટીસથી જાણ કરી છે કે, જામનગર મહાનગરપાલિકાની હદમાં ભુજીયા કોઠા પાસે થી ખંભાળીયા ગેઇટ તરફ જતા રસ્તા પાસે ક્રેઈનનું ઇરેકશન કરી તેને ભુજીયા કોઠા પાસેથી રીમુવ કરવાની હોય, આ રસ્તો સલામતીના ભાગરૂૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી ભુજીયા કોઠા ક્રેઇન રીમુવિંગની કામગીરી કરવા અર્થે તા.06/01/2026થી 08/01/2026 સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવામાં આવેશે.

જેનો અમલ કરવા આ હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી.એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે. ભુજીયા કોઠા પાસેથી ખંભાળીયા ગેઇટ તરફ જતા રસ્તા પરથી સદરહુ તમામ વાહન વ્યવહાર બંધ રહેશે, જેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા રણમલ તળાવ ગેઇટ નં-9મેઈન રોડથી ન્યુ સ્કુલ મેઈન રોડનો ઉપયોગ કરી શકાશે. તદ ઉપરાંત આ રોડની આજુબાજુના દિગ્વિજય પ્લોટ શેરી નં.1થી 10ના આંતરિક રસ્તાઓનો પણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.તેમ મ્યુનિસિપલ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *