શહેરની ભાગોળે આવેલા ઉમરાળી ગામે રહેતો યુવાન રીક્ષા લઇ જતો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે રીક્ષા અથડાઇ હતી. અકસ્માત સર્જાતા કાર ચાલકે માર મારતા રીક્ષા ચાલક યુવાને ફિનાઇલ પી લીધુ હતુ હુમલાખોર શખ્સે પોલીસનુ આઇકાર્ડ બતાવી ધમકી આપી હોવાનુ યુવાને આક્ષેપ કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ઉમરાળી ગામે રહેતો સાવન લાખુભાઇ પરમાર નામનો 30 વર્ષનો યુવાન બપોરના સમયે પોતાના ઘર પાસે હતો. ત્યારે ફિનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સાવન પરમાર પોતાની રીક્ષા લઇ રાજકોટથી ઘરે જતો હતો ત્યારે સામેથી આવતી કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતા સર્જાતા કારમાથી એક શખ્સ નીચે ઉતાર્યો હતો અને પોલીસનુ આઇકાર્ડ બતાવી ધમકી આપી મારમાર્યો હતો. જેથી ડરી ગયેલા રીક્ષા ચાલક સાવન પરમારે ફિનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
