પરિણામો વિશ્ર્વકર્મા અને હર્ષ સંઘવીનું રાજકીય કદ નક્કી કરશે

પાટીલના નેતૃત્વ સમયની ઐતિહાસિક જીત રિપીટ થશે કે ગાબડું પડશે? હર્ષ સંઘવીની પણ અગ્નિપરીક્ષા સત્તાની સેમિ ફાઇનલ 2027ના વિધાનસભા જંગની દિશા નક્કી કરશે, ઓછા મતદાનથી…

પાટીલના નેતૃત્વ સમયની ઐતિહાસિક જીત રિપીટ થશે કે ગાબડું પડશે? હર્ષ સંઘવીની પણ અગ્નિપરીક્ષા

સત્તાની સેમિ ફાઇનલ 2027ના વિધાનસભા જંગની દિશા નક્કી કરશે, ઓછા મતદાનથી કોને ફાયદો?

ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સત્તાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા અને તાલુકા પંચાયત અહીંના પરિણામો જ મોટા રાજકીય સંકેતો આપતા આવ્યા છે. એટલે જ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. કારણ કે જે પક્ષ અહીં મજબૂત દેખાશે. તે માટે વર્ષ 2027નો રસ્તો સરળ બની શકે છે.

ભાજપ માટે આ ચૂંટણી સૌથી મોટો લીડરશીપ ટેસ્ટ છે. કારણ કે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની આ પહેલી ચૂંટણી છે. ગત વખતે સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. હવે વિશ્વકર્મા સામે એ જ પ્રદર્શન દોહરાવવાનો પડકાર છે. જો ભાજપ ફરી એકવાર બંપર જીત મેળવે છે, તો જગદીશ વિશ્વકર્માનું રાજકીય કદાવરપણું વધી શકે છે. પરંતુ જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે, તો સવાલો પણ ઊભા થઈ શકે છે.

બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે પણ આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પહેલી ચૂંટણી છે. ગુજરાતમાં એક મજબૂત અને આક્રમક ચહેરા તરીકે ઉભરી આવેલા હર્ષ સંઘવી માટે પણ જીતનું દબાણ છે. જો ભાજપને ભવ્ય જીત મળે છે, તો હર્ષ સંઘવીનું રાજકીય વજન વધુ વધી શકે છે. પરંતુ જો કારમી હાર થાય છે, તો તેની અસર સીધી નેતૃત્વ પર પડી શકે છે.

આ ચૂંટણી માત્ર જીત-હારની નથી. આ ચૂંટણીમાં અનેક સંકેતો છુપાયેલા છે. જો ભાજપ ફરી એકવાર દબદબો જાળવી રાખે છે. તો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આત્મવિશ્વાસ વધશે. સરકાર અને સંગઠન બંને વધુ આક્રમક મૂડમાં આવશે. જો ભાજપને ક્યાંક નુકસાન થાય છે અથવા બેઠકોમાં ઘટાડો જોવા મળે છે. તો એ પાર્ટી માટે ચેતવણી ગણાશે અને સ્થાનિક સ્તરે અસંતોષના સંકેત માનવામાં આવશે.

વિપક્ષ માટે આ ચૂંટણી વધુ મહત્વની છે. કારણ કે કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે આ ચૂંટણી પુનજીર્વિત થવાની તક છે. જો સારો દેખાવ કરે છે તો 2027 પહેલા નવો ઉત્સાહ મળશે અને જો નિષ્ફળ જાય છે તો આગળની લડાઈ વધુ મુશ્કેલ બની શકે છે. આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ પણ મુખ્ય રહ્યા છે. જેમાં પાણી, રસ્તા, ગટર, પ્રોપર્ટી ટેક્સ, રોજગાર, શહેરોની સુવિધાઓ અને ગ્રામ્ય વિકાસ જેવા પ્રશ્નો પર મતદારો શું નિર્ણય આપે છે. તે પણ પરિણામમાં દેખાશે. હવે 28 તારીખે જ્યારે ઊટખ ખુલશે ત્યારે ફક્ત ઉમેદવારોના નહીં. પણ પક્ષોના દાવા પણ ખુલશે. કોણ આગળ, કોણ પાછળ અને કોને મળશે 2027 પહેલા રાજકીય મોમેન્ટમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *