થાનમાં સરકારી ટીમ ઉપર હુમલો કરનારની મિલકતો તોડી પડાઇ

થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર ગતરોજ હુમલો થયો હતો. આ ઘટના બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂૂ…

થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર ગતરોજ હુમલો થયો હતો. આ ઘટના બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. ગત તા.15મીની મોડી રાત્રે કેટલાક શખસો દ્વારા મામલતદારની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

થાનગઢના નાયબ મામલતદાર તરુણ દવે, ડ્રાઈવર જયેશ આલ અને ઓપરેટર સાગર પરમાર સરકારી ગાડીમાં ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ભરત અલગોતર, જયપાલ અલગોતર અને રવિ પરમાર (રહે. ભોંયરેશ્વર સોસાયટી, થાનગઢ) સહિત ત્રણ અજાણ્યા ઈસમોએ નાયબ મામલતદારની ગાડીનો પીછો કર્યો હતો. રૂૂપાવટી રોડ પર આવેલા વ્રજ ફાર્મ પાસે ગાડીને ઉભી રખાવી ડ્રાઈવર જયેશને અપશબ્દો બોલી બે-ત્રણ લાફા માર્યા હતા. હુમલાખોરોએ બોલેરો કારની નંબર પ્લેટ તોડી નાખી હતી. તેમણે સરકારી ફરજમાં રૂૂકાવટ કરી અને ગેરકાયદેસર ખનનમાં વપરાતા વાહનો લઈને નાસી છૂટ્યા હતા.

આ અંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું કે, થાનગઢ મામલતદારની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓની ટીમ પર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખુબ જ ગંભીર બાબત છે. આ હુમલો બિલકુલ ચલાવી લેવાય નહીં. ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવી પરમાર અને બીજા અન્ય ચારથી પાંચ અજાણ્યા ઈસમો એમ સાતથી આઠ ઈસમોએ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાંથી ત્રણની ઓળખ કરી તેઓ કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે, એમની કઈ કઈ મિલ્કતો છે જે સરકારી જમીનો ઉપર બનેલી છે, એ તમામની વિગતો લેવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું કે, તમામ વિગતો મેળવી રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટીસો ઇસ્યુ કરી સવારથી જ નાયબ કલેકટર, ચોટીલા ટીમ, થાનગઢ, ચોટીલા અને મુળી મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા જુદી જુદી કોલસામાં વપરાતી મશીનરીઓ મુકવા માટે તેમજ વજન કરવા માટે વે બ્રિજ અને સરકારી જમીનો પર કરેલા દબાણોને ધ્યાનમાં લઇ વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વે બ્રિજ આ બંને હાલ તોડી નાખવામાં આવ્યા છે, અને સાથે સાથે ભોયરેશ્વરની જે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલું છે, એ મિલ્કત પણ થોડા જ સમયમાં દૂર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *