રાજકોટની શાન સમા લાલબહાદુર શાસ્ત્રી મેદાનનો ફોટો છે. જેની હાલ દુર્દશા આપની સમક્ષ મુકીએ છીએ. એક સમયે રાજકોટની શાન અને મુખ્યમંત્રીથી લઇને પ્રધાનમંત્રીઓની સભાઓ તેમજ અનેક રાષ્ટ્રીય પર્વનુ સાક્ષી રહેલ આ મેદાનનાં એક ભાગમાં આજે બાંધકામ વેસ્ટ તથા સોલીડ વેસ્ટથી તેના જમીની સ્તરની શું દશા છે ? તે દર્શાવવી મુખ્ય હેતું છે.
લગભગ 190 કલાક પહેલા વરસેલું વરસાદી પાણી હજુ ત્યા સુકાયેલ નથી. 40 ડીગ્રી ગરમીમાં ઘણુ ખરૂૂ પાણી માત્ર બાષ્પીભવને લીધે સુકાણું છે. જેનું મુખ્ય કારણ બાંધકામ વેસ્ટના થરથી તેમાં રહેલ સીમેન્ટને લીધે જમીનના પાણી શોષણની ક્ષમતા શુન્ય થઇ ગયેલ છે. સાથે જ ફોટોમાં જીમખાના હસ્તકનું મેદાન દેખાય છે જ્યા વરસાદી પાણી ભુગર્ભમાં ઉતરી ગયેલ છે. હજુ સમય છે..
ચોમાસાની શરૂૂઆત પહેલા જો આ બાબતે યોગ્ય પગલા લઇ બાંધકામ વેસ્ટનો નિકાલ કરી જમીન ચોખ્ખી કર્યા બાદ ખેતીની જમીનની જેમ તેનું ખેડાણ કરવામાં આવે તો વરસાદી પાણી યોગ્ય રીતે જમીનમાં ઉતરે અને શહેરમધ્યના રહેવાશીઓ માટે ભુગર્ભજળ સ્તર ઉચે આવે તે બાબત આશિર્વાદ સમાન રહેશે. શહેરમાં હવે આંશીક રહેલ મેદાનો જ ચોમાસામાં ભુગર્ભજળ સ્તર વધારો કરવામાં મહત્વની ભુમિકા ભજવતા હોય છે. આ બાબતે શહેરના જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો હતો.
